<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

‘‘રાઇઝિંગ રાજકોટ'':શહેરના વિકાસની ૨૦ વર્ષની ગૌરવગાથાઃપ્રદર્શન

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે ‘‘રાજકોટની શહેરી વિકાસ યાત્રા-૨૦ વર્ષની યશોગાથા'' - પ્રદર્શનનો શુભારંભ તા.૨૨/ના રોજ કરવામાં આવેલ. ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે ‘‘રાજકોટની શહેરી વિકાસ યાત્રા-૨૦ વર્ષની યશોગાથા'' પ્રદર્શનનું તા.૨૨-થી તા.૨૧-૧૨-૨૦૨૫ સુધી આયોજન કરવામાં આવેલ છે. જેનો સમય સવારે ૧૦: ૦૦ થી રાત્રીના ૧૦:૦૦ વાગ્‍યા સુધીનો રહેશે. બે દિવસમાં ૨૩૦૦થી વધુ શહેરીજનોએ પ્રદર્શનની મુલાકાત લીધી અને નાગરિકો તરફથી પ્રદર્શન અંગે ઉત્‍સાહ, પ્રશંસા અને ગૌરવભયા ર્ેપ્રતિસાદ મળ્‍યો હતો. 

 

(2:09 PM IST)