<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

વોર્ડ નં.૨ના વિવેકાનંદ સોસાયટી મેઇન રોડ ટનાટન બનશેઃ ડામર કામનો પ્રારંભ

રાજકોટઃ વોર્ડ નં.૨માં આવેલ વિવેકાનંદ સોસાયટી મેઈન રોડ પર ડામર રી-કાર્પેટ કામનું ખાતમુહુર્ત ૬૯-વિધાનસભા ધારાસભ્‍ય ડો.દર્શિતા શાહ, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા તેમજ વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજાના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું. આ પ્રસંગે વોર્ડ નં.૨ના પ્રભારી કુલદીપસિંહ જાડેજા, પ્રમુખ ભાવેશભાઈ ટોયટા, મહામંત્રી ધૈર્યભાઈ પારેખ, મહામંત્રી હર્ષવર્ધનભાઈ કહોર, રાજેન્‍દ્રસિંહ ગોહિલ, તરૂણભાઈ કોટક, જે.ડી.ઉપાધ્‍યાય, મિહિરભાઈ પટેલ, જય રાજ્‍યગુરૂ, નિલેશભાઈ તરૈયા, સંજયભાઈ મિયાત્રા, યોગરાજસિંહ જાડેજા, ભરતભાઈ કાઠી, અંકિતભાઈ લાખાણી, કૌશિકભાઈ અઢીયા, અજયસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા તેમજ બહોળી સંખ્‍યામાં વિસ્‍તારવાસીઓ ઉપસ્‍થિત રહેલ. 

(2:28 PM IST)