તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
રાજકોટમાં વાયુ પ્રદુષણ વધ્યુ સોરઠીયાવાડી ચોકની હવા સૌથી વધુ ઝેરીલીઃ ૧ર૮ AQI નોંધાયો
કોર્પોરેશન સેન્ટ્રલ ઝોનમાં ૧રર, જામટાવર ૧૧પ, નાના મવા સર્કલ તથા રામદેવપીર ચોક ૧૦૮ અને ડીલકસ ચોક ૧૦૩ એકયુઆઇ સાથે ખરાબ શ્રેણીમાં: શહેરમાં વૃક્ષારોપણના દાવા પોકળ સાબિત

રાજકોટ, તા. રપઃ વિશ્વભરમાં દિવસે-દિવસે પ્રદુષણ વધી રહયું છે. રાજધાની દિલ્હીમાં લોકોને વાયુ ગુણવતાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. ત્યારે રાજકોટના કુલ ર૦ વાયુ પ્રદુષણ માપવાના સેન્સરોમાંથી ૬ જગ્યાએ એકયુઆઇ ૧૦૦ થી ઉપર નોંધાયો છે.
શહેરના સોરઠીયા વાડી વિસ્તારમાં સૌથી વધુ વાયુ પ્રદુષણ નોંધાયું છે. અહીં ૧ર૮ એકયુઆઇ નોંધાયો છે. જયારે કોર્પોરેશન સેન્ટ્રલ ઝોનમાં ૧રર, જામટાવર ૧૧પ, નાનામવ સર્કલ તથા રામદેવપીર ચોકમાં ૧૦૮ અને ડીલકસ ચોકમાં ૧૦૩ એકયુઆઇ નોંધાતા ૬ વિસ્તારોમાં વાયુ ગુણવતાની ‘ખરાબ' શ્રેણીમાં સમાવેશ થયો છે.
જયારે ઇસ્ટ ઝોનમાં સૌથી ઓછો એકયુઆઇ ર૦ નોંધાયો છે. ઉપરાંત પ્રધ્યુમન પાર્ક, ગ્રીનલેન્ડ ચોક, મહિલા કોલેજ, મોરબી રોડ, દેવપરા, જીલ્લા પંચાયત, આજીડેમ સહિતના વિસ્તારોમાં ૬૦ થી ૧૦૦ ની વચ્ચે એકયુઆઇ રહેવા પામ્યો છે.
ત્રિકોણબાગ, માધાપર ચોક, રામાપીર ચોક, સોરઠીયાવડી, નાનામવા રોડ, કોઠારીયા રોડ જેવા ઘણા ચોકમાં આ કયારેક કયારેક ૧૦૦ થી વધુ નજીક થઇ આવે છે. ૧૦૦ ની નીચેનો આંક બહુ નુકસાનકારક ગણાતો નથી. પરંતુ આ આંક અવારનવાર અને ખાસ કરીને રજા જેવા દિવસોમાં સતત વધી રહયો છે. કોર્પો. વૃક્ષારોપણથી માંડી કલાયમેટ ચેન્જના કાર્યક્રમો કરે છે. પરંતુ પરિણામો દેખાતા નથી.(૬.૧૪)
(3:05 PM IST)










