તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
નંદલાલભાઇ લુણાગરીયાનો ઝેરી દવા પી આપઘાતઃ પરિવારમાં શોક
નાના મવા રોડ અલય પાર્ક પાછળ મધુરમ્ ફલેટમાં બનાવ કારણ બહાર ન આવતાં તાલુકા પોલીસ દ્વારા તપાસ યથાવત

રાજકોટ તા. ૨૪ઃ નાના મવા રોડ પર અલય પાર્ક પાછળ મધુરમ્ ફલેટ ૩૦૧માં રહેતાં નંદલાલભાઇ જેરામભાઇ લુણાગરીયા (ઉ.વ.૪૫) નામના આધેડે ગત ૨૧મીઍ સવારે ઘરે અનાજમાં રાખવાની ટીકડીઅો પી લેતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેમનું આજે મોત થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
બનાવની જાણ હોસ્પિટલ મારફત થતાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઍસઆઇ ઍસ. પી. ચોહાણ, કિરીટભાઇ રામવત સહિતના સ્ટાફે પહોîચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. આપઘાત કરનાર નંદલાલભાઇ બે ભાઇ અને ઍક બહેનમાં મોટા હતાં. સંતાનમાં અક દિકરો અને ઍક દિકરી છે. તે બોરવેલનું કામ કરતાં હતાં. કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.
(3:39 PM IST)










