તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
સંગીત ક્ષેત્રે તબલાવાદક તરીકે દિલીપભાઇ ત્રિવેદીને રાજકોટનો મેયર એવોર્ડ એનાયત

તસ્વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા દિલીપભાઇ ત્રિવેદી તેમજ અન્ય તસ્વીર એવોર્ડ એનાયત સમારોહ સમયની છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
રાજકોટ તા. ૨૫ : મ્યુ. કોર્પોરેશન રાજકોટ દ્વારા મેયર એવોર્ડ ૨૦૨૫ જાહેર કરવામાં આવતા સંગીતક્ષેત્રે તબલાવાદક દીલીપભાઇ વસંતરાય ત્રિવેદીને મેયર એવોર્ડ જાહેર કરવામાં આવતા ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
સ્ટેટબેંક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત કર્મચારી એવા દિલીપભાઇ ત્રિવેદી ૧૯૭૫ થી સંગીત કારકીર્દી ધરાવે છે. તબલામાં વિશારદ અલંકાર થયા છે. અત્યાર સુધીમાં અનેક કાર્યક્રમો આપી ચુકયા છે. સ્ટેજ પ્રોગ્રામોમાં ફિલ્મી ગીતો, કલાસીકલ અને સેમી કલાસીકલ ગીતોમાં તબલાવાદક તરીકે સારી ચાહના હાંસલ કરી ચુકયા છે.
માર્સ ઓફ મ્યુઝિક, રાજેશ્રી એન્ડ પાર્ટી, સાઉન્ડ ટ્રેક, મ્યુઝીકલ ફલાવર્સ, મ્યુઝીક મેકર્સ, સુર સંસાર, સુર બહાર સહીતની સંસ્થાઓ સાથે જોડાયેલા છે. આ ઉપરાંત નાની મોટી સંગીત પ્રવૃત્તિ કરતી ૮૦ સંસ્થાઓ અને અંદાજે ૯૮૦ જેટલા ગાયકો, વાદકો, કલાકારો સાથે કલા પ્રસ્તુતી કરી ચુકયા છે.
આ સંગીત યાત્રા અર્થે તેઓ ત્રણ વખત અમેરીકા અને બે વખત કેનેડાનો પ્રવાસ પણ ખેડી ચુકયા છે.
ત્યારે રાજકોટ મ્યુ. કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૨૫નો મેયર એવોર્ડ દિલીપભાઇ વસંતરાય ત્રિવેદી (મો.૯૯૭૯૯ ૯૯૦૧૧)ને એનાયત કરવામાં આવતા શુભેચ્છકો, મિત્રો દ્વારા તેમના પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(3:55 PM IST)










