<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

બાયોટેકનોલોજી ક્ષેત્રે ઉભરતી તકોઃ ડી.ડી.જાડેજા

ગુજરાત સ્‍ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા સેમીનારમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન : રાજકોટમાં ગુજરાત સ્‍ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા યોજાયેલ સેમીનાર પ્રસંગે મિશનના ડાયરેકટર શ્રી ડી.ડી.જાડેજા (આઈ.એ.એસ.) જોઈન્‍ટ ડાયરેકટર, ડો.સ્‍નેહલ બગથરીયા, જાણીતા વકતા શૈલેષભાઈ સગપરીયા વગેરે ઉપસ્‍થિત રહયા હતા.

રાજકોટ, તા.૨૬: ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ દ્વારા ગઈ કાલે ગુજરાત સ્‍ટેટ બાયોટેકનોલોજી મિશન (G.S.B.T.M.) દ્વારા બાયોટેકનોલોજીમાં કારકિર્દીની તકો માટે માર્ગદર્શન વિષયક એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ના આશરે ૭૫૦ વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

પ્રમુખ સ્‍વામી ઓડિટોરીયમ ખાતે આયોજિત આ કાર્યક્રમનો મુખ્‍ય હેતુ વિદ્યાર્થીઓમાં બાયોટેકનોલોજી, લાઇફ સાયન્‍સ અને સંબંધિત ક્ષેત્રોમાં ઉચ્‍ચ શિક્ષણ, કારકિર્દી અને કૌશલ્‍ય વિકસાવવાની તકો વિશે જાગળતિ ફેલાવવાનો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંશોધન, ઇનોવેશન અને ઉદ્યોગ-સાહસિકતા સંબંધિત સરકારી યોજનાઓ અને કાર્યક્રમોની જાણકારી આપવામાં આવી હતી. આ માર્ગદર્શક સેમિનાર વિદ્યાર્થીઓને નિષ્‍ણાતો સાથે સંવાદ કરવાની તક પૂરી પાડીને, તેમના શૈક્ષણિક અને વ્‍યવસાયિક નિર્ણયો માટે માર્ગદર્શનરૂપ બન્‍યો હતો.ગુજરાત સ્‍ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા નિષ્‍ણાત વક્‍તાઓ અને સહભાગીઓનો આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગેગુજરાત સ્‍ટેટ બાયોટેકનોલોજી મિશનનાં ડાયરેક્‍ટર શ્રી દિગ્‍વિજયસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓને બાયોટેકનોલોજી ક્ષેત્રમાં ઉભરતી તકો અંગે વિશેષ માર્ગદર્શન આપ્‍યું હતું તથા આ વિષયમાં કારકિર્દી બનાવવા પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત બાયોટેક વિભાગના જોઈન્‍ટ ડાયરેક્‍ટર શ્રી ડો. તોહલ બગથરીયા, મોટીવેશનલ સ્‍પીકર શ્રી શૈલેષભાઈ સગપરીયા સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યાં હતાં. 

(1:56 PM IST)