News of Wednesday, 26th November 2025
જંકશન પાસેથી અર્ધબેભાન મળેલા અજાણ્યા પ્રોૈઢનું મોત
વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવોઃ થોડા ભાનમાં હતાં ત્યારે ‘સુભાષ' નામ જણાવ્યું હતું

રાજકોટ તા. ૨૬: જંકશન રેલ્વે સ્ટેશન નજીક આશરે ૫૦ થી ૫૫ વર્ષના અજાણ્યા પ્રોૈઢ ગઇકાલે ૨૫/૧૧ના રોજ અર્ધબેભાન મળતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક થોડા ભાનમાં હતાં ત્યારે પોતાનું નામ સુભાષ હોવાનું બોલી શક્યા હતાં. બિમારીથી મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો ૬૩૫૯૬૨૭૪૦૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. વધુ તપાસ પીએસઆઇ એસ. ડી. કોઠીવાર કરી રહ્યા છે.
(4:09 PM IST)










