તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th November 2025
સંતકબીર રોડ પરથી નરેશ ચોરાઉ એકટીવા સાથે પકડાયો
ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ કિશનભાઇ પાંભર, કોન્સ મહાવિરસિંહ જાડેજા, અરવિંદભાઇ ફતેપરા અને કરણભાઇ કોઠીવાળની બાતમી

રાજકોટ, તા. ર૬: શહેરના સંતકબીર રોડ પર ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ચોરાઉ એકટીવા સાથે એક શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ સંતકબીર રોડ પર એક શખ્સ ચોરાઉ એકટીવા સાથે ઉભો હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ કિશનભાઇ પાંભર, કોન્સ મહાવીરસિંહ જાડેજા, અરવિંદભાઇ ફતેપરા અને કરણભાઇ કોઠાવાળને બાતમી મળતા સંતકબીર રોડ પર બગીચા પાસેથી નરેશ છગનભાઇ જોગયાણી (ઉ.વ. ૪૦) (રહે. કુવાડવા રોડ રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં) ને ચોરાઉ એકટીવા સાથે પકડી લીધો હતો. આ કામગીરી ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એમ.આર. ગોંૅડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી. ચુડાસમા, એ.એસ.આઇ. વિજયભાઇ સોઢા, હેડ કોન્સ. કિશનભાઇ પાંભર, કોન્સ. સંજયભાઇ અલગોતર, કરણભાઇ કોઠીવાળા, અરવિંદકુમાર ફતેપરા, મહાવીરસિંહ જાડેજા, અનુજભાઇ ડાંગર, પોપટભાઇ ગમારા દ્વારા કરવામાં આવી હતી.
(4:09 PM IST)










