<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

મનસુખભાઇ છાપીયા ટાઉનશીપની ૮ દુકાનોની હરરાજીઃ રેકર્ડ બ્રેક ૩.૪ કરોડની આવક

મનપા દ્વારા શોપિંગ સેન્‍ટરની તમામ શોપ માટે ૨.૩ કરોડ અપસેટ કિંમત નક્કી કરેલ : આ હરરાજીમાં ૫૧ લોકોએ બોલી લગાવી હતી

 

રાજકોટઃ તા.૨૬: મહાનગરપાલિકા દ્વારા, પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્‍યામલ વાટિકા પાસે, ટી.પી.૧૫ (વાવડી)ના એફ.પી.૧૫/એ-૨૮/એ ખાતે વેસ્‍ટ ઝોન પેકેજ-૫ હેઠળ તૈયાર થયેલ શ્રી મનસુખભાઈ છાપીયા ટાઉનશીપના શોપીંગ સેન્‍ટરની કુલ-૦૮ દુકાનો જાહેર હરરાજી આજે ે યોજાઈ હતી.

આ જાહેર હરરાજીમાં ૦૮ દુકાનોની હરરાજી કરવામાં આવેલ. જેમાં તમામ દુકાનોની અપસેટ કિમત રૂ.૨૩૬.૧૦ લાખ રાખવામાં આવેલ જેની સામે હરરાજીની કિમત રૂ.૩૪૨.૧૦ લાખ આવેલ. આ જાહેર હરરાજીમાં કુલ-૫૧ નાગરિકો જોડાયા હતા. (૩.૧૪)

(3:11 PM IST)