<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

રાજકોટમાં યુવતિને ફસાવી બળાત્‍કારઃ બ્‍લેકમેઇલ કરી ૪ા લાખની ખંડણી પડાવીઃ લગ્ન પણ રોકાવ્‍યા

ન્‍યુડ ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી અપાતીઃ માધાપર ચોકડીના મુકેશ સોલંકી વિરૂધ્‍ધ યુનિવર્સિટી પોલીસમાં ચોંકાવનારી ફરિયાદઃ યુવતિને કારમાં ચાર્જીંગ વાયર અને કડાથી માર પણ માર્યોઃ પાટીદાર ચોકની પ્રીતી ઘેટીયાએ ગુનામાં મદદ કર્યાનો આરોપ

રાજકોટ તા. ૨૬: રાજકોટ શહેરમાં એક યુવતિને ફસાવી તેની સાથે દૂષ્‍કર્મ આચરી ન્‍યુડ ફોટા વિડીયો ઉતારી તેના આધારે વારંવાર બ્‍લેકમેઇલ કરી રૂીપયા પડાવવાનો અને યુવતિને કારમાં ચાર્જીંગ વાયરથી માર મારી તેમજ હાથમાં પહેરેલા કડાથી માર મારી સિતમ ગુજારવાનો અને આ યુવતિના લગ્ન નક્કી થઇ જતાં યુવાને તેણીના લગ્ન પણ રોકાવી દીધાનો ચોંકાવનારો બનાવ સામે આવ્‍યો છે. આ ગુનામાં આરોપી શખ્‍સ સાથે એક યુવતિ પણ સામેલ હોઇ પોલીસે બંને સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જાણવા મળ્‍યા મુજબ ં બ્‍લેકમેઇલિંગ, બળાત્‍કાર, ખંડણી, અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ બે આરોપીઓ વિરૂધ્‍ધ બીએનએસની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે. આરોપીઓએ ફરિયાદી પાસેથી ડિસેમ્‍બર ૨૦૨૨થી નવેમ્‍બર ૨૦૨૫ દરમિયાન કુલ રૂપિયા ૪,૨૫,૦૦૦ની ખંડણી પડાવી હોવાનું અને લગ્ન રોકાવ્‍યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. જી.એસ.ઝાલા દ્વારા ઉચ્‍ચ અધિકારીઓની રાહબરીમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં બે આરોપીઓએ એકસંપ થઈ ગુનાહિત કાવતરૂ રચ્‍યું હતું.

ફરિયાદમાં આરોપી તરીકે માધાપર ચોકડી પાસે રહેતાં  મુકેશ રવજીભાઈ સોલંકી અને સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોકમાં રવિ એપાર્ટમેન્‍ટમાં રહેતી પ્રીતિબેન ઘેટીયાના નામ અપાયા છે. શારીરિક શોષણ અને બ્‍લેકમેઇલિંગની ફરિયાદ મુજબ આરોપી મુકેશ સોલંકીએ ફરિયાદીની મરજી વિરૂધ્‍ધ અવારનવાર તેમની સાથે શરીર સંબંધ બાંધ્‍યો હતો. આ દરમિયાન તેણે ફરિયાદીના ન્‍યુડ ફોટા અને વિડીયો ઉતારી લીધા હતા. ત્‍યારબાદ આ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને, આરોપીઓએ ફરિયાદી પાસેથી કટકે-કટકે રોકડા કુલ રૂા. ૪,૨૫,૦૦૦ ની બળજબરીથી ખંડણી કરી લીધી હતી.

આ ઉપરાંત મુકેશે પોતાની ફોરવ્‍હીલ ગાડીમાં ફરિયાદીને ચાર્જીંગ વાયર તેમજ કડા વડે માર મારી મુંઢ ઇજાઓ પણ ભોગ બનનાર યુવતિને પહોંચાડી હતી. ચોંકાવનારી  બાબત એ છે કે ફરિયાદીના લગ્ન સમયે આ બંન્ને આરોપીઓ સ્‍થળ પર પહોંચ્‍યા હતા અને સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપીને લગ્ન રોકાવી દીધા હતા. પોલીસે બીએએસની કલમ ૬૪(૨)(એમ) (બળાત્‍કાર/શારીરિક શોષણ), ૩૦૮(૨) (ખંડણી), ૩૫૧(૩) (હુમલો), ૧૧૫(૨) (ગુનાહિત કાવતરૂ/દુષ્‍પ્રેરણા) અને ૬૧(૨) હેઠળ ગુનો નોંધ્‍યો છે. પીઆઇ એચ. એન. પટેલ અને ટીમે ઉચ્‍ચ અધિકારીઓની રાહબરીમાં તપાસ શરૂ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. (૧૪.૯)

(3:13 PM IST)