<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

સંવિધાન બચાવો દિવસ નિમિતે શહેર કોંગ્રેસ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્‍પાંજલિ

રાજકોટ : શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજાની યાદિમાં જણાવેલ છે કે, બંધારણ દિવસના પાવન દિવસે સમગ્ર દેશમાં ર૬ નવેમ્‍બરના ‘‘સંવિધાન બચાવો દિવસ'' તરીકે પાળવાનું નક્કી કરવામાં આવ્‍યું છે. વિશેષતઃ વર્તમાન સમયમાં જયારે લોકશાહી સંસ્‍થાઓ અને બંધારણની મૂળ ભાવના સામે અભૂતપૂર્વ પડકારો સર્જાયા છે ત્‍યારે આ વર્ષે આ દિવસ આપણા માટે અત્‍યંત મહત્‍વનો બને છે. આપણા બંધારણની મૂળ ભાવના સામે અભૂતપૂર્વ પડકારો સર્જાયા છે ત્‍યારે આ વર્ષે આ દિવસ  આપણા માટે અત્‍યંત મહત્‍વનો બને છે. આપણા બંધારણના ઘડવૈયાઓ દ્વારા પવિત્ર રીતે જતન કરાયેલા ન્‍યાય, સ્‍વતંત્રા, સમાનતા, બંધુત્‍વ અને અનેક નાગરિકોની સુરક્ષાના અધિકારો અત્‍યારે અસુરક્ષિત બન્‍યા છે. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની સુચના અનુસાર તા. ર૬ નવેમ્‍બર, બુધવારના રોજ રાજયના તમામ શહેર - જિલ્લાઓમાં શહેર-જિલ્લાના મુખ્‍ય મથકે ‘સંવિધાન બચાવો' કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બંધારણની સુરક્ષા કરવા તેમજ લોકશાહી પ્રક્રિયાઓને નબળી પાડવાના પ્રયાસો સામે નાગરિકોની સુરક્ષા પરત્‍વેની કોંગ્રેસ પક્ષની પ્રતિબદ્ધતા ઉપર ભાર મૂકવા સાથેની જાહેર પ્રવૃત્તિઓ / કાર્યક્રમો રાજયભરમાં કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે રાજકોટ શહેરમાં પણ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાની રાહબરી હેઠળ બંધારણ દિવસ નિમિતે સંવિધાન બચાવો અંતર્ગત ડો. ભીમરાવ આંબેડકર ચોક (હોસ્‍પિટલ ચોક) ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્‍પાંજલિ કરી પ્રતિજ્ઞા વચનનું વાંચન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, અતુલ રાજાણી, જશવંતસિંહ ભટ્ટી, ડી.પી. મકવાણા, જયદીપભાઇ મયાત્રા, જલ્‍પેશ વાઘેલા, મયુરભાઇ શાહ, ધર્મેશભાઇ સોલંકી, ગજેન્‍દ્રસિંહ ઝાલા, નાગજીભાઇ વિરાણી, સલીમભા કારિયાણીયા, જીજ્ઞેશભાઇ બોરડ, શાંતાબેન મકવાણા, ભાવનાબેન વાઘેલા, હંસાબેન સાપરીયા, પ્રવીણભાઇ દેસાઇ, ઇબ્રાહમિ સોરા, રાજેશભાઇ બાબીયા, આનંદભાઇવાગડીયા, જાડેજા જીજ્ઞેશસિંહ, ગૌરવ પુજારા, જગુભાઇ જાડેજા પરમાર, હરેશભાઇ પરમાર સહિતના કોંગ્રેસના વરિષ્‍ઠ આગેવાનો, પૂર્વ કોર્પોરેટરો, કોંગી કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા. 

 

(2:22 PM IST)