<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

રાજકોટમાં સફાઇ રાખવી છે તો નેતાઓની મુલાકાત જરૂરી !

આમ્રપાલી અન્‍ડર બ્રીજમાં ટપકતું પાણી ગંદકી ફેલાવી રહ્યું છેઃ મુખ્‍યમંત્રીની રવાનગી બાદ તંત્ર ધાબળા ઓઢી સૂઇ ગયું!

 

રાજકોટઃ શહેરમાં  રાજમાર્ગો ઉપર કચરા, અન્‍ડરબ્રીજમાંથી નિકળતુ પાણી રાજકોટ ઉપર ડાઘ સમાન થવા લાગ્‍યો છે. ત્‍યારે શાસકોને નેતા આવે ત્‍યારે જ સાફ-સફાઇની યાદ આવતી હોય તેવો ઘાટ ઉભો થઇ રહ્યો છે. ગત શનિવારે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇની શહેરમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્‍થિતિને લઇનેસ મનપા દ્વારા તેમના રૈયા રોડ ખાતેના રૂટ ઉપર બે દિવસ અગાઉ સફાઇ કરવા યુઘ્‍ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવી હતી. રોડ તેમજ આસપાસની ફુટપાથ-પેવીંગ બ્‍લોક પાસેથી ધુળ સુધ્‍ધા સાફ કરવામાં આવી હતી. સાથે જ આમ્રપાલી અંડર બ્રીજમાં ટપકતા પાણીના લીધે થયેલ ગંદકી અને ખાબોચીયા હટાવવા વારંવાર સફાઇ કરી અંડરબ્રીજ ચોખ્‍ખાં ચણાંક રાખવામાં આવ્‍યો હતો પણ અફસોસ મુખ્‍યમંત્રીની મુલાકાત બાદ તંત્ર ફરી શિયાળામાં ધાબળો ઓઢીને સૂઇ ગયું હોય તેવું દર્શાય છે. (૩.૧૫)

(3:01 PM IST)