તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 27th November 2025
મનપા તંત્ર લેવામાં શુરવિરઃ દાંડીયા ગ્રાઉન્ડની ડિપોઝીટ પરત કયારે?
ભાજપના શાસનમાં જુથવાદના રાસડા વચ્ચે આયોજકોના હક્કનો તાલ ભૂલાઇ ગયો : શાસકોનો ઉચ્ચ અધિકારીઓ પર આટલો પ્રેમ કેમ? ફાઇલ કમિશનર વિભાગમાં પેન્ડિંગ છતા પદાધિકારીઓએ નાના કર્મચારીઓને ખખડાવ્યા

રાજકોટ,તા.૨૬: સમયસરની કામની મોટી મોટી ગુલબાંગો ફેંકનાર મનપા તંત્ર વાહકો મેદાન કે કોમ્યુનિટિ હોલ સહિતની સુવિધાની ડીપોઝીટ લેવામાં શુરવિર પણ ઝડપી પરત આપવામાં નિષ્ફળ સાબિત થયાનો ગણગણાટ લોકોમાં થઇ રહ્યો છે.કેમ કે, નવરાત્રીને બે મહિના પૂરા થયા હોવા છતા આજ સુધી અર્વાચીન રાસોત્સવના આયજકોને હજુ સુધી રૂા.૧ લાખથી રૂા.૫ લાખ સુધીની ડીપોઝીટ આપવામાં ન આવતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે.
આ અંગની પ્રાપ્ત માહિતી મુજબ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મનપા હસ્તકના મેદાનો ભાડે અર્વાચીન રાસોત્સવ માટે, દિવાળી ફટાકડા સહિત માટે ભાડે આપવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ ભાડે આપવા આ વર્ષે પણ નવરાત્રી સમયમાં શહેરમાં રેસકોર્સ મેદાન ભાગ-૧ ૧૨૮૦૦ ચો. મી., રેસકોર્સ મેદાન ભાગ-બી, ૧૨૭૨૩ ચો. મી., નાના મવા સર્કલ (એચ. પી. સી. એલ.) પંપ પાસે ૯૪૩૮ ચો. મી., સાધુ વાસવાણી રોડ, રાજ પેલેસ સામેનો પ્લોટ પ૩૮૮ ચો. મી., પ્રમુખ સ્વામી ઓડીટોરીયમની બાજુનો પ્લોટ ૩૦૭૩ ચો. મી., અમીન માર્ગ કોર્નર, જેડ બ્લ્યુની સામેનો પ્લોટ, ૪૬૬૯ ચો. મી., કુલ ૬ પ્લોટ તથા માધવ સિંધયા ક્રિકેટ ગ્રાઉન્ડ તહેવારમાં રાસોત્સવ માટે ભાડે આપવા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. તેમાંથી પાંચ મેદાન ઉંચા ભાવ બોલનાર આાયોજકોને આપવામાં આવ્યા હતા. સાથો સાથ તંત્ર દ્વારા ચાર્જ ઉપરાંત ડિપોઝીટ પણ રૂા.૧ લાખ થી ૫ લાખ સુધીની લેવામાં આવી હતી.
નવરાત્રીના આયોજકોના ગણગણાટ મુજબ નવરાત્રી પુરા થયાના બે મહિના થઇ ગયા છતા હજુ સુધી ડિપોઝીટ આપવામાં આવી નથી. સુત્રો માંથી મળતી માહિતી મુજબ આ ડિપોઝીટ માટે અનેક વખત રજૂઆત કરતા એસ્ટેટ વિભાગના અધિકારી આ ફાઇલ મ્યુનિ.કમિશ્નર પાસે હોવાનું જણાવી રહ્યા છે. જયારે શાસકો નાના અધિકારીને દબાવે છે. આ ફાઇલ મ્યુનિ.કમિશનર પાસે પેન્ડિગ છે ત્યારે શાસકો ઉચ્ચ અધિકારોઓ પર આટલો પ્રેમ કેમ રાખે છે તેવા સવાલો થઇ રહ્યા છે
(3:24 PM IST)










