<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

૧લી ડિસેમ્‍બર વિશ્‍વ એઈડ્‍સ દિવસ

એઈડ્‍સ પ્રિવેન્‍સન ક્‍લબ દ્વારા રેડ રિબિન, માનવ સાંકળ, સેમિનાર, સહિતના વિવિધ આયોજન : શનિવારે વિરાણી સ્‍કુલમાં ૧૫૦૦ છાત્રોની વિશાળ રેડ રિબિન બનાવશેઃ સોમવારે શહેર/જીલ્લાની તમામ શાળામાં છાત્રો રેડ રિબિન નિર્માણ કરશે

રાજકોટઃ શહેરમાં છેલ્લા ૩૮ વર્ષથી જનજાગૃતિનુ કાર્ય કરતી એઈડ્‍સ પ્રિવેન્‍સન ક્‍લબ દ્વારા વિવિધ આયોજન કરવામાં આવ્‍યા છે. આ વર્ષનુ લડત સુત્ર ‘‘વિક્ષેપ પર કાબુ મુળવવો, એઈડ્‍સ પ્રતિભાવનું પરિવર્તન કરવું'' છે. ઉજવણી ભાગરૂપે સંસ્‍થા દ્વારા આગામી ૪ માસ માર્ચ ૨૦૨૬ સુધી શાળા કોલેજ અને વિવિધ સંસ્‍થાઓમાં કાર્યક્રમના આયોજન કરેલ છે.

ઉજવણી કાર્યક્રમ અંગે સંસ્‍થાના ચેરમેન અરૂણ દવે જણાવેલ છે કે તા.૨૯ને શનિવારે સવારે ૯ વાગે વિરાણી સ્‍કુલ ખાતે ૧૫૦૦ વિદ્યાર્થીઓની વિશાળ રેડ રિબિન બનાવશે. તા.૧ ડસેમ્‍બર વિશ્‍વ એઈડ્‍સ દિવસે સોમવારે સવારે ૯:૩૦ કલાકે લોક વિજ્ઞાન કેન્‍દ્ર, રેસકોર્સ સામેના ગ્રાઉન્‍ડમાં માનવ સાંકળ રચવામાં આવશે. જેમા રાજકોટ હોમિયોપેથીક કોલેજ પારૂલ યુનિવર્સિટીના છાત્રો, ડોક્‍ટરો અને વિવિધ સંસ્‍થાના પ્રતિનિધિઓ જોડાશે. આજ દિવસે શહેર/જીલ્લાની તમામ શાળામાં વિદ્યાર્થીઓ રેડ રિબિન બનાવશે જેમા શિક્ષણાધિકારી કચેરીનો સહયોગ મળેલ છે. આજ દિવસે બપોરે ૨:૩૦ વાગે એલ.આર. શાહ હોમયોપેથી કોલેજ ખાતે સેમિનાર યોજવામાં આવેલ છે. સાંજે ૫ વાગે લાઈફ બ્‍લડ સેન્‍ટર, રેસકોસ રોડ ખાતેથી  ૫૦૦ લાલ ફુગ્‍ગાની મોટી મોટી રેડ રિબન હવામા તરતી મુકાશે. તા.૨ ડિસેમ્‍બર મંગળવારે સવારે ૯:૩૦ કલાકે જી.ટી.શેઠ સ્‍કુલ, કે.કે.વી. ચોક ખાતે રેડ રિબિન બનાવાશે, આજ દિવસે બપોરે ૨:૩૦ વાગે જીલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે ભાવિ શિક્ષકો માટે સેમિનાર યોજવામાં આવેલ છે. તા.૩ ડિસેમ્‍બરને બુધવારે સવારે ૧૦ વાગે ઠાકોર મુળવાજી વિનિયન કોલેજ કોટડાસાંગાણી સરકારી કોલેજ ખાતે સેમીનાર યોજવામાં આવેલ છે. ૧૦૦૦ (એક હજાર) કેન્‍ડલની ઝગમગતી રેડ રિબન પંચશીલ સ્‍કુલ ખાતે બનાવવામાં આવશે.

 સમગ્ર આયોજનમાં સંસ્‍થાના એઈડ્‍સ મોબાઈલ હેલ્‍પલાઈન નં ૯૮૨૫૦ ૭૮૦૦૦ ઉપર કાર્યક્રમ યોજવા અને તેમા જોડાવા માટે સંર્પક કરવો. આ કાર્યક્રમમાં ઈન્‍ડિયન મેડિકલ એસોસિએશન, મહાનગરપાલીકા આરોગ્‍ય શાખા, જીલ્લા શિક્ષણાધિકારી કચેરી, શાસનાધિકારી કચેરી, જીલ્લા શિક્ષણ તાલીમ ભવન, લોક વિજ્ઞાન કેન્‍દ્ર, વિરાણી હાઈસ્‍કુલ તથા સ્‍વનિર્ભર શાળા એસોસિએશન ચેરમેન ડી.વી. મહેતા સહિતનો વિશેષ સહયોગ મળી રહ્યો હોવાનું યાદીમાં જણાવાયું છે. વિશેષ માહિતી માટે સંસ્‍થાના ચેરમેન અરૂણ દવેનો સંપર્ક કરવા જણાવાયું છે. સમગ્ર આયોજક કમિટીમાં સેક્રેટરી વિશાલ કમાણીની આગેવાનીમાં કમિટી મેમ્‍બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:02 PM IST)