તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th November 2025
મિત્રતા તોડી નાખતા યુવતીના ઇન્સ્ટ્રાગ્રામમાં ફોટા અને રીલ્સ વાયરલ કરનારા પૂર્વ પ્રેમીની ધરપકડ
યુવતીએ સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા કાર્યવાહી કરાઇ

રાજકોટ, તા.૨૭: શહેરમાં ૧૫૦ ફૂટ રિંગરોડ નજીક રહેતી ૧૯ વર્ષીય યુવતીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી ફોટા અને રિલ્સ વાયરલ કરનાર પૂર્વ મિત્રને સાયબર ક્રાઇમની ટીમે દબોચી લઈ કાર્યવાહી કરી હતી. મિત્રતા તોડી નાંખતા યુવતીને હેરાન કરવાં કળત્ય કર્યાનું આરોપીએ રટણ કર્યું હતું.મળતી વિગત મુજબ ૧૫૦ ફૂટ રિંગરોડ નજીક રહેતી ૧૯ વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે ભાડેથી રૂમ રાખીને અન્ય ત્રણ બહેનપણીઓ સાથે રહે છે. અને કારના શો રૂમમાં નોકરી કરે છે. તે ઇન્સ્ટાગ્રામ એપનો ઉપયોગ કરે છે. ગત તા.૩૧/૧૦ ના રાત્રે ઘરે હતી ત્યારે તેમની કોલેજની ફ્રેન્ડે ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. પર મેસેજ કરીને જાણ કરેલ કે, ઇન્સ્ટાગ્રામમા તે એક પ્રોફાઇલ અકાઉન્ટ બનાવ્યુ છે. જેથી તે ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ચેક કરતા આ આઇડી તેણે બનાવ્યુ ન હતું અને ઇન્સ્ટાગ્રામમા આ ફેક આડી ઉપર ચેક કરતા આ ફેક આઇડીના પ્રોફાઇલ પિક્ચરમાં તેણીના અસલ ઇન્સ્ટાગ્રામ આઇડી પર પોસ્ટ કરેલા તેના ફોટા તેમની પરમિશન વિના મેળવીને આ ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી માં રાખ્યા હતા. તથા તા.૩૦/૧૦ ના તેમાં તેણીના જુદા જુદા ફોટાથી રીલ્સ બનાવીને પણ પોસ્ટ કરેલ હતી. તેમજ આ ફેક આઇડીનો ઉપયોગ કરનાર ફ્રેન્ડ સર્કલને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી રહ્યો હોય જે બાબતની જાણ થતા આ અજાણ્યા વ્યક્તિએ તેમની જાણ બહાર ફોટાઓ મેળવી પરમિશન વિના ઇન્સ્ટાગ્રામ ફેક આઇડી બનાવી પ્રોફાઇલ પિક્ચરમાં તેણીના ફોટો તથા ફોટાથી રીલ્સ બનાવી પોસ્ટ કરીને માનસિક રીતે હેરાનગતી કરતા સાયબર હેલ્પ લાઇન ૧૯૩૦ પર અરજી કરી હતી. જે બાદ સાઇબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી હતી. જે મામલે સાયબત ક્રાઈમ પીઆઇ બી. વી. જાડેજા અને ટીમે તપાસ હાથ ધરી રાજકોટમાં જ રહેતાં અને યુવતીના પૂર્વ મિત્રને પકડી પાડી કાર્યવાહી કરી હતી અને આરોપીએ યુવતીએ મિત્રતા તોડી નાંખતા આ કળત્ય કર્યાનું રટણ કર્યું હતું
(3:42 PM IST)










