<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

રાજકોટ પંથકમાં પવનચક્કી અને જીઇબીના કોપરવાર ચોરી કરનાર નાગજી શેખાણી પકડાયો

રૂરલ એલસીબીના હેડ કોન્‍સ. ધર્મેશભાઇ બાવળીયા, વાઘાભાઇ આલ, પ્રણયભાઇ સાવરીયા અને કોન્‍સ. મેહુલભાઇ સોનરાજની બાતમીઃ કચ્‍છના ચાર શખ્‍સોની શોધખોળ

રાજકોટ તા. ર૮ :.. જીલ્લાના કોટડાસાંગાણી, ભાડલા, આટકોટ, અને પડધરી પાસે પવનચકકી તથા જીઇબીના ટ્રન્‍સફોર્મરમાંથી કોપર વાયરની ચોરી કરનારા શખ્‍સને રૂરલ એલ. સી. બી. ની ટીમે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ કોટડા સાંગાણી, ભાડલા, આટકોટ અને પડધરી પાસે પવનચકકી તથા જીઇબીના વીજ પોલના ટ્રાન્‍સફોર્મરમાંથી કોપરવાયરની ચોરી કરનારા શખ્‍સોને પકડી લેવા માટે રેન્‍જ આઇ. જી. અશોકકુમાર યાદવ તથા રૂરલ એસ. પી. વિજયસિંહ ગુર્જરની સુચનાથી એલસીબીના પીઆઇ વી.વી.ઓડેદરા સ્‍ટાફ સાથે આરોપીની શોધમાં હતા ત્‍યારે હેડ કોન્‍સ. ધર્ર્મેશભાઇ બાવળીયા, વાઘાભાઇ આલ, પ્રણયભાઇ સાવરીયા અને કોન્‍સ. મેહુલભાઇ સોનરાજને બાતમી મળતા કોપર વાયરની ચોરી કરનાર નાગજી ઉર્ફે નગો લખમણભાઇ શેખાણી (ઉ.વ.૩ર) (રહે. પસવારીયા ગામ, અંજાર (કચ્‍છ)ને પકડી લીધો હતો. તેની પુછપરછ કરતા અંજારના પ્રેમજી હરજીભાઇ ભીલ, ગળપાદરના વશરામ વિરમભાઇ મકવાણા, અંજારના દેવરાજ ઉર્ફે નાનો અશોકભાઇ ઠક્કર અને રૂડા મચ્‍છુભાઇ ઠાકોર નામના શખ્‍સો આ ચોરીમાં સામેલ હોવાની કબુલાત આપતા પોલીસે આ ચારેય રીઢા આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી એલસીબીના પચીઆઇ  વી.વી.ઓડેદરા, પીએસઆઇ એચ.સી.ગોહીલ, આર.વી.ભીમાણી, એએસઆઇ બાલકૃષ્‍ણ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા, અમીતભાઇ કનેરીયા, ઇન્‍દ્રસિંહ જાડેજા, અનિલભાઇ ગુજરાતી, રોહીતભાઇ બકોત્રા, હેડ કોન્‍સ. ધર્મેશભાઇ બાવળીયા, વાઘાભાઇ આલ, પ્રણભાઇ સાવરીયા, હરેશભાઇ પરમાર, રસીકભાઇ જમોડ, ઘનશ્‍યામસિંહ જાડેજા, કોન્‍સ. મેહુલભાઇ સોનરાજ, મહીપાલસિંહ ચુડાસમા, અબ્‍બાસભાઇ ભારમલ, ભાવેશભાઇ મકવાણા, વિજયભાઇ સિંહાર, અનિરૂધ્‍ધસિંહ જાડેજા દિલીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી. 

(1:23 PM IST)