<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

વાવડીમાં બેભાન થઇ ગયા બાદ ૩૪ વર્ષના રહનુમાબેનનું મોત

દિકરા-દિકરી મા વિહોણા થતાં પરિવારમાં માતમ

રાજકોટ તા. ૨૮: ગોંડલ રોડ પર વાવડીમાં મનસુખભાઇ છાપીયા ટાઉનશીપમાં રહેતાં રહનુમાબેન આદીલભાઇ ખેડારા (ઉ.વ.૩૪) સાંજે ઘરે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવારમાં વહેલી સવારે મૃત્‍યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મૃત્‍યુ પામનાર રહનુમાબેનના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. પતિ આદિલભાઇ પ્રાઇવેટ નોકરી કરે છે. રેનુમાબેન સાંજે ઘરે બેભાન થઇ જતાં સાત વર્ષની દિકરીએ પપ્‍પાને ફોન કરી જાણ કરી હતી. આથી આદિલભાઇએ દિકરીને પડોશીઓને બોલાવવાનું કહ્યું હતું અને પોતે પણ પણ પહોંચ્‍યા હતાં અને પત્‍નિને સારવાર માટે ખસેડયા હતાં. પરંતુ સારવાર કારગત નીવડી નહોતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આ અંગે તાલુકા પોલીસને જાણ કરી હતી. રેનુમાબેનને બ્‍લડપ્રેશરની બિમારી હોવાનું જણાવાયું હતું.

(2:23 PM IST)