<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

૩૦ વર્ષિય શિક્ષીકા હેતલબેનનું બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ

ગોકુલધામ પાસે ગિતાંજલી સોસાયટીમાં બનાવ

રાજકોટ તા. ૨૮: શહેરના ગોકુલધામ પાસે ગિતાંજલી સોસાયટી-૧માં રહેતાં હેતલબેન વિનોદભાઇ ભાડેસીયા (ઉ.વ.૩૦) સવારે ચારેક વાગ્‍યે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર હેતલબેન ચાર બહેનમાં મોટા હતાં અને ઘર નજીક આવેલી સ્‍કૂલમાં શિક્ષીકા તરીકે નોકરી કરતાં હતાં. તેણીના પિતા વિનોદભાઇ ભાડેસીયા સુથારી કામ, લુહારી કામની મજૂરી કરે છે. તેમના કહેવા મુજબ દિકરી હેતલબેનને છાતીમાં કફ ભરાઇ ગયો હોઇ તેની સારવાર ચાલુ હતી. આજે અચાનક સવારે બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ થયું હતું. માલવીયાનગરના એએસઆઇ એચ. ટી. પરમાર સહિતે જરૂરી કાર્યવાહી કરી મોતનું કારણ જાણવા મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું. આશાસ્‍પદ દિકરીના મૃત્‍યુથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

(2:25 PM IST)