<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

પરાબજારના ગોળ-ખજૂરના વેપારી ૩૫ વર્ષિય જયદીપભાઇ દલાણીનું હૃદય ધબકારા ચુક્‍યું

નાગેશ્વર સોસાયટી અરિહંત એવન્‍યુમાં ઘરમાં જમતી વખતે ઢળી પડયાઃ બે પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્‍યું

રાજકોટ તા. ૨૮: હૃદય ધબકારા ચુકી જવાથી મૃત્‍યુની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. વધુ એક યુવાનનું હૃદય રોગના હુમલાથી મૃત્‍યુ થયું છે. જામનગર રોડ નાગેશ્વર સોસાયટી ભવાની ચોક અરિહંત એવન્‍યુ-૬૦૨ ખાતે રહેતાં જયદીપભાઇ પ્રકાશભાઇ દલાણી (ઉ.વ.૩૫) નામના યુવાન બપોરે પોણા ત્રણેક વાગ્‍યે ઘરમાં જમી રહ્યા હતાં ત્‍યારે જમતાં જમતાં જ એકાએક ઢળી પડતાં હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ અંતિમ શ્વાસ લઇ લેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના યુવરાજસિંહ પરમાર મારફત થતાં ગાંધીગ્રામના મયુરસિંહ જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર જયદિપભાઇ બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં બે દિકરા છે. પોતે પરાબજારમાં ગોળ-ખજુરનો વેપાર કરતાં હતાં. આ ઉપરાંત રામાપીર ચોકડી પાસે ખજુરનુ઼ કારખાનુ પણ ચલાવતાં હતાં. હાર્ટએટેકને કારણે મૃત્‍યુ થયાનું જણાવાયું હતુ. આ બનાવથી પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી. 

 

 

(2:25 PM IST)