News of Friday, 28th November 2025
નિકીતાદેનો અનહદ ત્રાસ-કડક પગલાની માંગણીઃ મીરાદે સહિતના વ્યંઢળોની પોલીસ કમિશનરને રજૂઆત

રાજકોટઃ ગંજીવાડાના વ્યંઢળ નિકીતામાસીએ સાંજે ઘર નજીક ચોકમાં ફિનાઇલ પી લેતાં હોસ્પિટલમાં ખસેડાયેલ. તેણે પોતાને મીરાદે અને મોહિત સહિતના ખુબ હેરાન કરતાં હોવાનો ધમકી આપતાં હોવાનો આક્ષેપ કર્યો હતો. બાદમાં મોડી રાતે બે વાગ્યે મીરાદેના છ શિષ્ય એવા વ્યંઢળોએ ઘંટેશ્વર નજીક ખાટુ શ્યામ મંદિર પાસે ફિનાઇલ પી સામુહીક આપઘાતનો પ્રયાસ કરતાં છએયને સારવાર માટે દાખલ કરાયા હતાં. દરમિયાન બપોરે રામનાથપરા મઢના મીરાદે સહિતના બસ્સો વ્યંઢળોએ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી નિકીતાદેનો ત્રાસ ખુબ વધી ગયો હોઇ તેના કારણે એક સાથે છ વ્યંઢળોને આપઘાતનો પ્રયાસ કરવા મજબુર થવું પડયાની રજૂઆત કરી તેની સામે પગલા લેવા માંગણી કરી હતી. નિકીતાદે ખોટી રીતે ધાકધમકી આપી સતત હેરાન કરતાં હોવાનો આક્ષેપ રજૂઆતમાં થયો હતો. (તસ્વીરઃ સંદિપ બગથરીયા) (૧૪.૧૦)
(2:58 PM IST)










