<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

શેરી ફેરીયાઓને મનપા લોન અપાવશે

PMSVANidhi યોજના અંતર્ગત લાભ લેવા તંત્રનો અનુરોધ

રાજકોટ, તા., ર૮: શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણીના ભાગ રૂપે ભારત સરકારશ્રી દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્‍થાપિત કરી આત્‍મનિર્ભર બને તે હેતુસર વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ફેરિયાઓ તેમનો વ્‍યવસાય શરુ કરી શકે તે હેતુથી તબક્કાવાર ર્વકિંગ કેપિટલ લોન સિકયુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે.

આ યોજનામાં સમગ્ર રાજકોટ શહેરના હોકર્સ ઝોન તથા શહેરના છુટાછવાયા સ્‍થળે ફેરી કરતા મહત્તમ શેરી ફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર નવા લાભાર્થીઓ માટે લોન ફોર્મ ભરવા તથા જે લાભાર્થીઓની લોન અરજી બેંક લેવલે મંજુરી માટે પેન્‍ડીંગ છે તેમની અરજીઓના નિકાલ, લોન મેળવેલ ફેરિયાઓ તથા તેમના પરિવારજનોનું  સામાજિક-આર્થિક પ્રોફાઇલિંગ થકી સરકારશ્રીની અન્‍ય યોજનાઓનો લાભ આપવામાં આવે છે.

PMSVANidhi યોજના અંતર્ગત રાજકોટ શહેરમાં ફેરી પ્રકારનો વ્‍યવસાય કરતા લાભાર્થીઓને સિકયુરીટી વિના તબક્કા વાર લોન આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્‍છતા લાભાર્થીઓએ મોબાઈલ ઉપરાંત આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, બેંક પાસબુક, UPI આઈ.ડી.,ઓરીજનલ અને ઝેરોક્ષ નકલ સાથે NULM સેલ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબર રોડ ખાતે સંપર્ક કરવાનો રહેશે. 

(3:06 PM IST)