હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટમાં ફુલેલી- ફાલેલી દારૂ- નશીલા દ્રવ્યોની પ્રવૃતિઓ ઉપર કડક પગલા કયારે?: કોંગ્રેસનો પોલીસ કમિશનરને વેધક સવાલ

રાજકોટ શહેર અને મહિલા કોંગ્રેસ સમિતી દ્વારા દારૂ-નશીલા દ્રવ્યોની ફુલેલી- ફાલેલી પ્રવૃતિઓ નાથવા કડક પગલાની પોલીસ કમિશનર બ્રજેશ ઝા સમક્ષ માંગણી કરવામાં આવી હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)
રાજકોટઃ શહેર કોંગ્રેસ સમિતિ અને મહિલા કોંગ્રેસ સમિતિના આગેવાનીમાં રાજકોટ શહેર પોલીસ કમિશનરને રાજ્ય સરકારની મીઠી નજર હેઠળ ચાલતા દારૂના અડ્ડા અને ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા ૧૦૦ થી વધુ કોંગ્રેસના આગેવાનો- કાર્યકરો દ્વારા પોલીસ કમિશનરને વિસ્તળત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદિપસિંહજી જાડેજા, મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દીપ્તિબેન સોલંકી, અતુલ રાજાણી, જશવંતસિંહ ભટ્ટી, વશરામભાઈ સાગઠીયા, શ્રીમતી કોમલબેન હરેશભાઈ ભારાઈ, મનીષાબા વાળા, ડી પી મકવાણા, સલીમભાઈ કારિયાણીયા, મનીષાબા વાળા, બિંદીયાબેન તન્ના, જીગ્નેશ બોરડ, દિલીપભાઈ આસવાણી, કંચનબેન વાળા, મેરૂમબેન કુરેશી, જયાબેન ચૌહાણ, પુનમબેન રાજપૂત, કળષ્ણદત રાવલ, રણજીત મુંધવા, વૈશાલીબેન સિંદે, દીપુબેન રવૈયા, સંજયભાઈ લાખાણી, ઈબ્રાહીમ સોરા, ગજેન્દ્રસિંહ ઝાલા, ગીરીશભાઈ પટેલ, ધર્મેશ સોલંકી, જગુભા જાડેજા, ગૌરવ પુજારા, જલ્પેશ વાઘેલા, પૂનમબેન રાજપૂત, મયુરભાઈ શાહ, વિજયસિંહ જાડેજા સહિતના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.










