હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુવતિને ફસાવી દૂષ્કર્મ આચરનારા શિક્ષક, મદદ કરનાર શિક્ષીકા સામે બીજો ગુનો
ભોગ બનનારના લગ્ન મંડપમાં ઘુસી તેણીના થનાર પતિને મર્ડર કરી નાંખવાની અને તેણીના પિતાને પણ મારી નાખવાની ધમકી દીધી'તીઃ મુકેશ અને પ્રીતિ સામે શાપર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૮: શહેરમાં રહેતી એક યુવતિને માધાપર ચોકડી પાસે રહેતાં પરણેલા શિક્ષકે અન્ય શિક્ષીકાની મદદથી ફસાવી દૂષ્કર્મ આચરી ન્યુડ ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી દઇ ૪.૫૦ લાખ પડાવી તેમજ યુવતિના લગ્ન મંડપમાં પહોંચી હોબાળો કરી લગ્ન અટકાવી દેતાં યુનિવર્સિટી પોલીસમાં ગુનો દાખલ થયો છે. આ દરમિયાન આ શિક્ષક અને તેની સાથેની યુવતિ સામે શાપર પોલીસે પણ વધુ એક ગુનો દાખલ કર્યો છે. આ અંગે ભોગ બનનાર યુવતિના પિતાએ ફરિયાદ કરી છે.
રાજકોટમાં રહેતા ૬૨ વર્ષના વળદ્ધએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મુકેશ રવજી સોલંકી (રહે. માધાપર ચોકડી, રાજકોટ) અને પ્રીતિ ઘેટીયા (રહે. સાધુ વાસવાણી રોડ, રાજકોટ)ના નામ આપ્યા છે. વળધ્ધે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ રાજકોટમાં દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક દિકરો તથા એક દિકરી છે, પુત્રી ૩૩ વર્ષની છે. દિકરી વર્ષ ૨૦૨૨માં નજીકના ગામ વિપશ્યના શિબીરમાં ગઇ હતી. ત્યારે રાજકોટમાં સાધુવાસવાણી વિસ્તારમાં રહેતા પ્રીતિબેન ઘેટીયા સાથે તેને પરીચય થયો હતો. તેઓ બંને એકબીજાના ઘરે આવતા જતા હતા. ફરીયાદીનાં દિકરીના ગોંડલ રોડ ઉપર આવેલ એક પાર્ટી પ્લોટ ખાતે લગ્નનુ આયોજન કર્યું હતુ.
ફરીયાદી તેમજ અન્ય સગા સંબંધી દીકરીના લગ્નમાં હાજર હતા અને તેના લગ્ન ચાલુ હોય તે વખતે રાતના આઠેક વાગ્યાની આસપાસ પ્રીતિબેન ઘેટીયા તથા તેમના મિત્ર મુકેશ સોલંકી પાર્ટી પ્લોટે આવી અને દિકરી તેમજ જાનૈયા હતા ત્યાં આવી બન્ને જણા દિકરીને કહેવા લાગેલ કે, તું તારા લગ્ન મંડપમાંથી બહાર નીકળી જા, જો બીજા કોઇ જોડે લગ્ન કર્યા તો તારૂ મર્ડર કરી નાખીશું, મારે આ કન્યા સાથે ઘણા સમયથી સંબંધ છે. તેમ કહી દિકરી વિશે ખરાબ વાતો કરવા લાગ્યો હતો.
ફરીયાદીએ વચ્ચે પડી બંને આરોપીને ગાળો ન બોલવા અને અહીથી જતા રહેવા માટે સમજાવતા બંનેએ તેઓને પણ ગાળો આપી કહેવા લાગેલ કે ડોસા તારી દિકરીના બીજા કોઈ જોડે લગ્ન કર્યા છે તો પતાવી દઈશ તેમ કહી ધમકી આપી હતી. દેકારો થવા લાગતા આ બન્ને જણા પાર્ટી પ્લોટથી જતા રહેલ હતાં.
બંને આરોપીએ ફરીયાદીની દિકરી વિશે ખરાબ વાતો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોઇ અને પાર્ટી પ્લોટમાં દેકારો થવા લાગતાં જમાઈ તથા તેમના પરીવારના સભ્યોએ દિકરી સાથે લગ્ન નહીં કરવાનો નિર્ણય લઇ તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. બનાવ અંગેની ફરિયાદ પરથી શાપર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનિય છે કે યુનિવર્સિટીમાં નોંધાયેલા દૂષ્કર્મના ગુનામાં પ્રીતિ પકડાઇ ગઇ હતી, મુકેશ હજુ ફરાર છે. ત્યાં બીજો ગુનો શાપરમાં નોંધાયો છે.










