હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શેઠ ઉપાશ્રય વણિક ભવનના ઉપક્રમે રોયલ વણિક મેરેજ બ્યુરો દ્વારા ડીસેમ્બરમાં તૃતિય પરિચય મેળાનું આયોજન

રાજકોટ તા. ૨૮ : રોયલ વણિક મેરેજ બ્યુરોના ઉપક્રમે સમસ્ત વણિક સમાજના લગ્ન ઇચ્છુક દીકરા-દીકરીઓ માટે તૃતીય યુવા પરિચય મેળો તા. ૨૮-૧૨-૨૦૨૫ ના રવિવારે યોજેલ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મેરેજ બ્યુરોના આયોજકોએ જણાવ્યુ હતુ કે શેઠ ઉપાશ્રય પ્રેરિત રોયલ વણિક મેરેજ બ્યુરો (નવનાત)ના ઉપક્રમે સમગ્ર વણીક જ્ઞાતિના શિક્ષિત દીકરા/દીકરીઓ માટે યોગ્ય પસંદગીનું પાત્ર મળી રહે તે હેતુથી દર રવિવારે સવારે ૧૦ થી ૧ શેઠ ઉપાશ્રય, પ્રસંગ હોલ પાસે, કે.કે.વી. ચોક પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે એક મેરેજ બ્યુરો સરસ રીતે ચાલે છે.
ત્યારે આ મેરેજ બ્યુરો દ્વારા આગામી તા. ૨૮ ડીસેમ્બરના રવિવારે સવારે ૯ થી ર, ઋષભ વાટીકા (સી.એમ.ફાર્મ), કટારીયા ચોકડી પાસે, બીજો રીંગ રોડ, રાજકોટ ખાતે તૃતિય યુવા પરિચય મેળો યોજેલ છે. જેમાં કુંવારા, સગપણ તુટેલા, વિધુર, વિધવા, ડાયવોર્સી દીકરા-દીકરીઓ ભાગ લઇ શકશે.
ઉપરાંત ૪૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના, ડાયવોર્સી અને વિધવા-વિધુર માટે બપોરે ર કલાકથી પરિચય મેળો રાખેલ છે.
આ માટેના ફોર્મ તા. ૧૭-૧૨-૨૦૨૫ સુધીમાં શેઠ ઉપાશ્રય, પહેલા માળે, પ્રસંગ હોલ પાસે, કે.કે.વી. ચોક પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા સંસ્થાની વેબસાઇટ પર ઓનલાઇન પણ ભરી શકાશે. આ માટેની વધુ માહિતી માટે મો.૮૭૮૦૫ ૬૯૯૩૧ અને મો.૮૭૯૯૬ ૮૭૭૦૨ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
મેરેજ બ્યુરોમાં રજીસ્ટ્રેશન કરવા દીકરાઓ માટે એક વખતનો નોમીનલ ચાર્જ રૂ.૯૯૯ રાખેલ છે. બાદમાં કોઇપણ જાતનો રીન્યુઅલ ચાર્જ ભરવાનો નથી. દીકરીઓ માટે રજીસ્ટ્રેશન સંપૂર્ણ ફ્રી રાખે છે. યુવા મેળામાં ભાગ લેવા માટે વ્યક્તિ દીઠ રૂ. ૩૦૦ ટોકન ચાર્જ રાખેલ છે. જેમાં ચા-કોફી અને બપોરનું જમવાનું સામેલ છે.
સમગ્ર પરિચય મેળાને સફળ બનાવવા જૈન અગ્રણી ચંદ્રકાંતભાઇ શેઠ, પરેશભાઇ મહેતા, મુકેશભાઇ ઝાટકીયા, ચેતનભાઇ વખારીયા, ચંદ્રેશભાઇ કોઠારી, નયનાબેન મોદી, રિધ્ધિબેન બાવીસી, વંદીતભાઇ શેઠ, હર્ષભાઇ ગોડા, રમેશભાઇ શેઠ, નિલેશભાઇ શેઠ, તનસુખભાઇ સંઘવી, નિલેશભાઇ ગાંધી, વિધિબેન મહેતા વગેરે કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ચેતનભાઇ વખારીયા, નયનાબેન મોદી, રિધ્ધીબેન બાવીસી, વિધીબેન મહેતા, મુકેશભાઇ ઝાટકીયા, હર્ષભાઇ ગોડા, ચંદ્રેશભાઇ કોઠારી, નિલેશભાઇ શેઠ, રમેશભાઇ શેઠ, વંદીતભાઇ શેઠ, તનસુખભાઇ સંઘવી, નિલેશભાઇ ગાંધી નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)










