<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

સત્‍યસાઈબાબાના શતાબ્‍દી વર્ષ ઉજવણી અંતર્ગત આંધ્રપ્રદેશમાં વિનામૂલ્‍યે દંતયજ્ઞ

દાતાઓના સહયોગથી ડીવાઈન ટ્રસ્‍ટ દ્વારા ડિસેમ્‍બરમાં કેમ્‍પ

રાજકોટઃ તા.૫ થી ૭ ડિસે.પુટ્ટપરથી ખાતે સત્‍ય સાઈબાબાનાં શતાબ્‍દી વર્ષ ઉજવણી અંતર્ગત રાજકોટના દંતવૈદ્ય જયસુખભાઈ મકવાણા દ્વારા દંત યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્‍ટ ફોર હેલ્‍થ એન્‍ડ એજ્‍યુકેશનની યાદી મુજબ શ્રીસત્‍યસાંઈબાબાના જન્‍મ શતાબ્‍દી વર્ષની ઉજવણી આંધ્ર પ્રદેશના પુટ્ટપરથી સત્‍ય સાઇ પ્રશાંતિ નિલયમ ખાતે ચાલી રહેલ છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને રાષ્‍ટ્રપતિ દ્રોપદી મુર્મુ એ પણ ભાગ લીધેલ હતો.

આયુર્વેદ દંત ચિકિત્‍સા ક્ષેત્રે રાષ્‍ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠ-ન્‍યુ દિલ્‍હીના સી.આર.એ.વી.ગુરુ તરીકે સેવા આપતા ડો.જયસુખભાઈ મકવાણાના આયુર્વેદ દંત યજ્ઞનું આયોજન અને દાંતની બત્રીસીનો કેમ્‍પનું આયોજન તા.૫ થી ૭ ડીસેમ્‍બર પુટ્ટપરથી (આંધ્ર પ્રદેશ) ખાતે કરેલ છે. આ દંત યજ્ઞ સત્‍યસાઈ બાબાના લંડન યુ.કે. વસતા ગુજરાતી સાઈબાબાના ભક્‍ત ચન્‍દ્રાબેન સોઢા અને ડો.કે.આર. ખેતીયા દ્વારા સમગ્ર આયોજન કરેલ છે. મોનિકા ભટ્ટ અને જાગૃતિ ચૌહાણ સેવા આપશે.

દાંતના રોગોનું નિદાન કરી સારવાર તેમજ જરૂરીયાત મંદ દર્દીને જાલંધર બંધ યોગ દ્વારા દાંત વગર ઈન્‍જેક્ષને કાઢી આપવામાં આવશે. ફ્રી દાંતની બત્રીસી ચોકઠાં બનાવવા માટે માપ લેવાની વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે. હસુભાઈ મકવાણા, રાજેશભાઈ ભાતેલીયા ટીમને અભિનંદન પાઠવ્‍યા છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

 

(3:13 PM IST)