<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

મારા મમ્‍મી-પપ્‍પા મરજી વિરૂધ્‍ધ લગ્ન કરાવવા માંગતા'તા એટલે ઘર છોડયુઃ સગીરાનું રટણ

પ્ર-નનગર પોલીસે ગુમ થયેલી સગીરાનું અપહરણનો ગુનો નોંધી તેને શોધી કાઢતા તપાસ કરતા હકીકત સામે આવી

રાજકોટ, તા.૨૮: શહેરના પોપટપરા વિસ્‍તારમાં રહેતી ૧૫ વર્ષની સગીરા ગઇકાલે પોતાન ઘરેથી નિકળ્‍યા બાદ પરત ન આવતા પરિવારજનોએ જાણ કરતા પ્રનગર પોલીસે ગુમ થયેલી સગીરાનું અપહરણનો ગુનોનોંધી તેને શોધી કાઢી હતી.

મળતી વિગત મુજબ પોપટપરા વિસ્‍તારમાં રહેતી ૧૫વર્ષની સગીરા ગઇકાલે વહેલી સવારે એકસેસ લઇને પોતાના ઘરેથી નિકળ્‍યા બાદ પરત ન આવતા તેના માત-પિતા સહિતના પરિવારજનોએ સગીરાની શોધખોળ હાથધરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. પ્રનગર પોલીસે ગુમ થયેલી સગીરાનું અપહરણનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી સગીરાને શોધી કાઢી હતી. પોલીસની પુછપરછમાં તેના માતા-પિતા તેની મરજી વિરૂધ્‍ધ લગ્ન કરાવવા માગતા હોઇ, તેથી તેણે ઘર છોડયુ હોવાની હકિકત બહાર આવી હતી.

જયારે બીજા બનાવમાં કોઠારીયા રોડ વિસ્‍તારમાં રહેતી ૧પ વર્ષની સગીરા ગત તા. ર૪ ના રોજ પોતાના ઘરેથી નિકળ્‍યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેના પિતાએ આજી ડેમ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:13 PM IST)