<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

રેલનગર એપાર્ટમેન્‍ટના ફલેટમાંથી રૂા. ૧પ હજારના દારૂ સાથે શખ્‍સ પકડાયો

પ્રનગર પોલીસે શિવરાજસિંહ ચાવડાની ધરપકડઃ જીતેન્‍દ્રસિંહ ઉર્ફે જીતુની શોધખોળ

રાજકોટ, તા. ર૮: રેલનગરમાં ગોવરધન એવન્‍યુ એપાર્ટમેન્‍ટમાં પ્રનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ફલેટમાંથી રૂા. ૧પ હજારના દારૂ સાથે એક શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ રેલનગરમાં આવેલા ગોવરધન એવન્‍યુ એપાર્ટમન્‍ટમાં એક ફલેટમાં વિદેશી દારૂનો જથ્‍થો હોવાની બાતમી મળતા પી.એસ.આઇ. આર.કે. ગોહિલ, કોન્‍સ રાજાભાઇ ખવડ, તૌફીકભાઇ મંઘરા સહિતે દરોડો પાડી એપાર્ટમેન્‍ટના ફલેટ નં. ર૦૧ માંથી રૂા. ૧પ હજારના વિદેશી દારૂની ૧ર બોટલ સાથે શિવરાજસિંહ સુધીરસિંહ ચાવડા ને પકડી લઇ તેની પુછપરછ કરતા જીતેન્‍દ્રસિંહ ઉર્ફે જીતુ પ્રવિણસિંહ રાણાનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે

(3:14 PM IST)