<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

વિદેશી દારૂના ચાર ગુનામાં સામેલ અલીમઅલી પાસામાં ધકેલાયો

પીસીબીના પી.એસ.આઇ. પી.બી. ગાજીયા તથા ટીમે વોરંટની બજવણી કરી વડોદરા જેલ હવાલે કર્યો

રાજકોટઃ તા.ર૮, શહેરના અલગ -અલગ  વિસ્‍તારમાં વિદેશીદારૂના ચાર ગુનામાં સામેલ બુટલેગરને પીસીબીની ટીમે પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલી દીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના એ-ડિવીઝન, થોરાળા અને ભકિતનગર પોલીસ મથકમાં વિદેશીદારૂના ચાર ગુનામાં સામેલ અલીમઅલી અનીશભાઇ શેખ (ઉ.વ. ૩૬) (રહે. જંગલેશ્વર શેરી નં. ર, નદીના કાંઠા પાસે) ને પાસામાં ધકેલવા માટે પીસીબીના ઇન્‍ચાર્જ પી.આઇ.એમ.આાર. ગોંડલીયા તથા એમ.જે. હુણે દરખાસ્‍ત કરતા પોલીસ કમિશ્‍નર બ્રિજેશકુમાર ઝાએ વોરંટ ઇશ્‍યુ કરતા પીસીબીની ટીમે બુટલેગર અલીમઅલી શેખની પાસા હેઠળ અટકાયત કરી વોરંટની બજવણી કરી વડોદરા જેલમાં ધકેલી દીધો હતો આ કામગીરી પીએસઆઇ પી.બી.ત્રજીયા, એ.એસ.આઇ. સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, રાજુભાઇ દહેકવાલ, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્‍યામસિંહ ચૌહાણ, હેડ કોન્‍સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ,વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદિપસિંહ જાડેજા, વિજયભાઇ મહેતા, રાહુલગીરી ગૌસ્‍વામી, ઇન્‍દ્રજીતસિંહ સિસોદીયા, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી તથા હિરેન્‍દ્રસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.

(3:15 PM IST)