હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માધાપર ચોકડી પાસે ટ્રકે બાઇકને ઉલાળતાં દંપતિ ખંડિતઃ પત્નિનું મોત
પતિ, દિકરીને ઇજાઃ કેતનભાઇ ભટ્ટી પત્નિ ઉસ્માબેન, દિકરી મીશરીને લઇ લગ્નપ્રસંગમાં જતાં હતાં ત્યારે બનાવ

રાજકોટ તા. ૨૮: જીવલેણ વાહન અકસ્માતની વધુ એક ઘટના બની છે. જેમાં માધાપર ચોકડી પાસે ટ્રકની ઠોકરે બાઇક ચડી જતાં માધાપર ચોકડીએ રહેતાં યુવાન, તેના પત્નિ અને દિકરીને ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ પત્નિનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. લગ્નપ્રસંગમાં હાજરી આપવા જતી વખતે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ માધાપર ચોકડીએ ઓમ એપાર્ટમેન્ટમાં રહેતાં કેતનભાઇ બાબુભાઇ ભટ્ટી (ઉ.વ.૪૩) તેના બાઇકમાં પત્નિ ઉસ્માબેન કેતનભાઇ ભટ્ટી (ઉ.વ.૪૨) અને દિકરી મીસરી (ઉ.વ.૧૧)ને બેસાડી ઘરેથી સગાને ત્યાં લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યા ત્યારે માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચેના પૂલ ઉપર પહોંચતા ટ્રકના ચાલકે બાઇકને ઉલાળી દેતાં ત્રણેય ફંગોળાઇ જતાં ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગંભીર ઇજાગ્રસ્ત ઉસ્માબેનનું મૃત્યુ થયું હતું. જ્યારે તેના પત્નિ, પુત્રીને સારવાર અપાઇ હતી. મૃતકના પતિ પ્રાઇવેટ નોકરી કરે છે. અકસ્માત સર્જી ભાગી ગયેલા ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી છે.










