<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

હરિપર પાળ ગામે તળાવમાં ડુબી જતાં ૬ વર્ષના બાળકનું મોત

માતા શોધવા નીકળી ત્યારે ઘટનાની જાણ થઇઃ પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૨૮ઃ શહેરના કાલાવડ રોડ પર હરિપર પાળ ગામે રહેતો હંસ કાળુભાઇ સાલાણી (ઉ.વ.૬) નામનો બાળક સવારે ઘરની પાછળ રમતો રમતો તળાવમાં ડૂબી જતાં મોત થયું છે. બનાવની જાણ થતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર હંસ ઍક બહેનથી નાનો અને માતા-પિતાનો ઍક જ દિકરો હતો. તેના પિતા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. સવારે હંસ્ રમવા નીકળ્યા બાદ માતા આશાબેન તેને શોધવા નીકળ્યા ત્યારે દિકરો તળાવમાં ડુબી ગયાની ખબર પડી હતી. બનાવથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. 

(3:36 PM IST)