હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિવિધ પ્રશ્નો ૧પદિ'માં ઉકેલોઃ હડતાલ-આંદોલનની ચીમકી
મનપામાં સફાઇ કામદારોનું હલ્લાબોલઃ રાજીનામાથી મેડીકલ સર્ટીમાંથી મુકિત આપો વાલ્મિકી સમાજના આગેવાન મુકેશ પરમારની આગેવાનીમાં ટોળા ઉમટયાઃ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાને આવેદન પાઠવી રજૂઆત સફાઇ કામદારોના સ્વૈચ્છીક રાજીનામા તથા ભરતી પ્રશ્ને રજુઆત

રાજકોટ મહાનગરપાલિકામાં અમદાવાદ, વડોદરા તેમજ સુરત તથા અન્ય મહાનગરપાલિકાની જેમ સફાઇ કામદારોમાં સ્વૈચ્છીક રાજીનામા આપી તેમના વારસદારને નોકરીમાં લેવાનો નિયમ અમલમા છે. પરંતુ છેલ્લા ૪ વર્ષથી સીવીલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવતા મેડીકલ સર્ટીફકેટમાં વિસંગતતાઓને કારણે ર૦૦ થી વધારે સફાઇ કામદારોના રાજીનામાં અટવાયેલા પડયા છે અને ઘણા સફાઇ કામદારો અવસાન પામેલ તથા નિવૃત થઇ ગયેલ છતાં તેમને પોતાના વારસદારને નોકરી ના હકકથી વંચીત રહેવા પડેલ છે. ત્યારે આ બાબતે આજે મોટી સંખ્યામાં સફાઇ કામદારો મનપા મુકેશ પરમારની આગેવાનીમાં કચેરીએ ઉમટી પડયા હતા અને આ પ્રશ્ને તાકિદે ઉકેલવા ડે. મેયરને લેખિત પત્ર પાઠવ્યો હતો.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ, તા.૨૮: રાજકોટ મનપામાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મીઓ સ્વૈચ્છીક રાજીનામુ આપી તેમના વારસદારને નોકરીમાં લેવા માટેની રજૂઆતો અવાર-નવાર કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને વારસદારે મેડિકલ સર્ટિ રજૂ કરવુે પડે છે. જેમાં અનેક મુશ્કેલીઓ આવતી હોય અને આજે વાલ્મિકી સમાજ દ્વારા ડે.મેયરને રજૂઆત કરી સ્વૈચ્છીક રાજીનામા મેડિકલ સર્ટિને મુક્તિ આપવામાં આવે અને જો ૧૫ દિવસમાં પ્રશ્ન હલ નહી થાય તો જલદ આંદોલન કરવાની ચીમકી ઉચારી હતી.
વાલ્મિકી સમાજને રજૂઆત કરી જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકામાં અમદાવાદ, વડોદરા તેમજ સુરત તથા અન્ય મહાનગરપાલિકાની જેમ સફાઈ કામદારોમાં સ્વૈચ્છીક રાજીનામુ આપી તેમના વારસદારને નોકરીમાં લેવાનો નિયમ અમલમાં છે. પરંતુ છેલ્લા ૪-વર્ષથી સીવીલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવતા મેડીકલ સર્ટીફીકેટમાં વિસંગતતાઓને કારણે ૨૦૦ થી વધારે સફાઈ કામદારોના રાજીનામાં અટવાયેલા પડયા છે અને ઘણા સફાઈ કામદારો અવસાન પામેલ તથા નિવળત થઈ ગયેલ છતાં તેમને પોતાના વારસદારને નોકરી ના હકકથી વંચીત રહેવુ પડેલ છે.
તા.૩૧/૦૭/૨૦૨૪ ના રોજ સફાઈ કામદારોની રેલીના આવેદન બાદ કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ તથા અધિકારીઓની તાકીદની મીટીંગમાં અમોને સફાઈ કામદારોની ભરતી તથા રાજીનામાંથી મેડીકલ સર્ટીફીકેટ રદ કરવાના મુદ્દા એક માસમાં પૂર્ણ કરવાની ખાત્રી આપવા આગેવાનો દ્વારા આંદોલન સમેટવામાં આવેલ ત્યારબાદ ભરતી માટે ફોર્મ બહાર પાડવામાં આવેલ અને અનેક બેરોજગાર લોકો દ્વારા ભરવામાં આવેલ પરંતુ ભરતી કરવામાં આવેલ નથી. રાજીનામામાંથી મેડીકલ રદ કરવાનો જનરલ બોર્ડમાં રા.મ.ન.પા.ની તા.૦૪ ઓકટોબર ર૦ર૪ નં. ૨૨૪ થી ઠરાવ કરવામાં આવેલ ત્યારે જનરલ બોર્ડમાં આ ઠરાવ રાજય સરકારમાં મોકલવા માટેની શરત રાખેલ જેનો અમોએ ઉગ્ર વિરોધ નોંધાવેલ કે રાજીનામા સંદર્ભના કોઈ ઠરાવો રાજય સરકારમાં મોકલવામાં આવેલ નથી તો આ ઠરાવ પણ મોકલવો ન જોઈએ. આમછતાં આ ઠરાવ રાજય સરકારમાં મોકલવામાં આવેલ અને ત્યાં છેલ્લા ૯ માસથી અર્ણનીત છે. ત્યારબાદ ઘણી રજુઆતો બાદ સફાઈ કામદારોના પેન્ડીંગ રાજીનામાઓ મેડીકલ અભિ-ાય માટે સીવીલ હોસ્પિટલમાં મોકલવાનું થયેલ અને દર ગુરૂવારે ૩૦-૩૦ સફાઈ કામદારોને સીવીલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. પરંતુ ત્યાં પોતાના કામમાં રજાઓ મુકી મેડીકલ માટે જતા સફાઈ કામદારોને સતત ને સતત ધકકા ખવડાવે છે. મોટી ઉંમરના કામદારોને ચાલી શકતા ન હોવા છતાં અલગ-અલગ વિભાગોમાં દાદરા ચડ-ઉતર કરવા છતાં હાલ સુધી એકપણ મેડીકલ સર્ટીફીકેટ રા.મ.ન.પા. માં જમા કરાવવામાં આવેલ નથી. જેથી અમારી વિનંતી છે કે, આ માટે ફરીથી જનરલ બોર્ડમાં ઠરાવ કરી અત્યાર સુધીની તમામ અરજીઓને મેડીકલ સર્ટીફીકેટમાંથી મુકિત આપી મંજુર કરવા તથા સફાઈ કામદારોની ભરતી માટે જનરલ બોર્ડમાં ૨-૨ વાર ઠરાવ કરવામાં આવેલ ૨-૨ વાર ફોર્મ ભરવામાં આવેલ પરંતુ હજુ સુધી ભરતી કરવામાં આવેલ નથી તો ભરાયેલા ફોર્મનો તાત્કાલીક ડ્રો કરી ભરતી કરી આંદોલન સમયે આગેવાનો તથા સફાઈ કામદારોને રા.મ.ન.પા.ના અધિકારીઓ તથા પદાધિકારીઓ દ્વારા આપવામાં આવેલ ખાત્રીનું પાલન કરી બંને પ્રશ્નોનો દિવસ-૧૫માં ઉકેલ કરવો અમારા દ્વારા થણી લેખિત-મૌખિક રજુઆતો કરવામાં આવેલ છતાં નિરાકરણ આવેલ નથી તો આ પ્રશ્નોનું નિરાકરણ દિન-૧૫માં ન આવે તો ફરીથી આંદોલન, હડતાલ સહિતના પગલા લેવાની ફરજ પડશે. જે ધ્યાન પર લઈ આ પ્રશ્નો નાકીદે ઉકેલવા જણાવાયું છે.










