<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

પરાબજાર- સંતકબીર રોડ-કાલાવડ રોડ વિસ્‍તારમાં દરોડાઃ મીઠાના ૯ નમૂના લેવાયા

મનપાની ફુડ શાખાનું ચેકીંગ યથાવત સ્‍પીડવેલ વિસ્‍તારમાં ખાણીપીણીના ૧૯ ધંધાર્થીને ત્‍યાં ચેકીંગઃ ૮ને લાઇસન્‍સની સૂચના

રાજકોટ, તા.૨૮:  મહાનગર પાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના સ્‍પીડવેલ પ્‍લોટ- ૮૦ ફૂટ રોડ વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૧૯ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૮ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્‍ય ચીજોના કુલ ૧૯ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરેલ. આ ઉપરાંત વિવિધ વિસ્‍તારઓની  નમક (મીઠા)ના નમૂના લેવામાં આવ્‍યા હતા.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ફૂડવિભાગ દ્વારા ચેકીંગ હાથધરી ક્રિષ્‍ના માવા કેન્‍ડી, પુર્ણિમા ઘૂઘરા- નિધિ કચ્‍છી દાબેલી, બાલાજી વડાપાઉં, ભેરુનાથ કોલ્‍ડ પાણીપૂરી, GJ 36 ભૂંગળા બટેટા, આકાશ સ્‍વીટસ, જ્‍યુસ & શેઇક- સહિતને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.TAZAઅનેTARU ,અંકુર  REFINED IODISED SALT (1 KG PKD.) સંદીપ સોલ્‍ટ ટ્રેડર્સ, પરાબજાર, માંથી તથા NIRMA SHUDH SALT DANDI REFINED FREE FLOW IODISED SALT (1 KG. PACK) સ્‍થળ- ખોડિયાર પ્રોવિઝન સ્‍ટોર રામાપીર મંદિર પાસે, સંત કબીર રોડ, ‘REAL RICH’ IODISED SALT (1 KG. PACK)  ગોકુલ જનરલ સ્‍ટોર ગોકુલનગર, સંત કબીર રોડ, તેમજ ‘TATA SALT’ LITE (1 KG. PACK)  SAFFOLA SALT PLUS (1 KG. PACK)  સ્‍થળ- ભોલા જનરલ સ્‍ટોર, જાગનાથ પ્‍લોટ, કાલાવડ રોડ, સહિત ૪ સ્‍થળોએથી ૯ નમૂના લેવામાં આવ્‍યા હતા. આ નમૂના વડોદરા સ્‍થિતિ રાજય સરકારની લેબોરેટરીમાં પરિક્ષણઅર્થે મોકલવામાં આવ્‍યા છે.

(3:55 PM IST)