<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

રાજકોટ બન્‍યુ પ્રદુષણનું હોટ સ્‍પોટ : AQI ર૧૦

શહેરના રામદેવપીર ચોકડી, જામટાવર, સોરઠીયાવાડી સર્કલ, નાનામવા સર્કલ તથા મનપા સેન્‍ટ્રલ ઝોન કચેરી ખાતે વાયુ પ્રદુષણનું સ્‍તર ચિંતાજનક : ગત વર્ષ કરતા આ વર્ષે હવા વધુ પ્રદુષીત બનીઃ વધતા વાહનો તથા શિયાળો કારણભુત : બિમાર તથા વૃધ્‍ધ લોકોને શ્વાસ લેવામાં તકલીફની ફરીયાદો

રાજકોટ,  તા.,૨૮ :  શહેરમાં શિયાળાની શરૂઆત થતા જ અનેક વિસ્‍તારોમાં પ્રદૂષણ સતત વધતુ હોવાના રિપોર્ટ મનપા દ્વારા જારી કરવામાં આવ્‍યા છે. કમાન્‍ડ અને કંટ્રોલ ખાતે સેન્‍સર દ્વારા નોંધાયેલા આંકડા મુજબ ફરી વખત રામદેવપીર ચોકડી, જામટાવર, સારોઠીયાવાડી સર્કલ, નાનામવા સર્કલ અને કોર્પોરેશનની સેન્‍ટ્રલ ઝોન કચેરી સર્કલ ખાતે સૌથી વધુ એકયુઆઇ જોવા મળ્‍યો છે.

સવારે ધુમ્‍મસ હોય ત્‍યારે એર કવોલીટી ઇન્‍ડેસ વધતો હોવાનુ નિષ્‍ણાંતો જણાવી રહ્યા છે. છતાં દિવસ દરમિયાન સતત ટ્રાફિકથી ધમધમતા વિસ્‍તારોમાં છેલ્લા એક સપ્તાહથી એર કવોલીટી ઇન્‍ડેસ ૧૧૦માંથી ૨૧૦ સુધી પહોંચી ગયો છે. જેના લીધે બિમારી લોકો અને વળધ્‍ધો સહિતનાને ヘાસ લેવામાં તકલીફ પડી હોવાનુ જાણવા મળેલ છે.

ગઇકાલે અને આજે જાહેર થયેલા એર કવોલીટી ઇન્‍ડેસ મુજબ ફરી વખત શહેરની મધ્‍યમાં આવેલ કોર્પોરેશનની સેન્‍ટ્રલ ઝોન કચેરી સર્કલ ખાતે એર કવોલીટી ઇન્‍ડેસ ૨૧૦ને પાર થયો હોવાનુ નોંધાયું છે.

રાજકોટમાં વસ્‍તીની સાથે વાહનોની સંખ્‍યા વધતા અને શિયાળાની શરૂઆત થતા સુકા પવનો સાથે ધુળની ડમરીઓ ઉડતા દિવસેને દિવસે પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક બની રહ્યું છે. શહેરની હવામાં શ્વાસ લેવો અઘરો પડી રહ્યો છે ત્‍યારે ગુરુવારે દિવસ દરમિયાન શહેરના અનેક વિસ્‍તારોમાં એર ક્‍વોલિટી ઈન્‍ડેક્‍સ (AQI)૨૧૦ને પાર કરી ગયો હોવાનું જાણવા મળ્‍યું છે.

કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં સેન્‍સર મૂકવામાં આવ્‍યાં છે. ગુરુવારે આ સેન્‍સરોએ જે આંકડા રજૂ કર્યા તે ચિંતાજનક જોવા મળ્‍યાં હતાં. સોરઠિયાવાડી સર્કલે ૧૪૦, કોર્પોરેશનની સેન્‍ટ્રલ ઝોન કચેરી ચોકમાં ૨૧૦, જામટાવર પાસે ૧૦૮, રામદેવપીર ચોકડીએ ૧૦૬, નાનામવા સર્કલે ૧૦૮, પ્રદ્યુમન પાર્કમાં ૧૩૫, જોવા મળ્‍યો હતો. આ તમામ વિસ્‍તારો સૌથી વધુ પ્રદૂષિત જોવા મળ્‍યાં હતાં. અલબત પ્રદૂષણ વધવાનું એ કારણ ઋતુગત ફેરફાર હોવાનું પણ સામે આવ્‍યું હતું.

ઉલ્લેખનીય છે કે, શિયાળાની ઋતુમાં તાપમાનના ઘટાડાને કારણે થતાં ઈન્‍ડવર્ઝનને લીધે નીચેના સ્‍તરથી પ્રદૂષણની સમસ્‍યા ઉભી થતી હોય છે જે વિસ્‍તારોમાં પ્રદૂષણનો આંકડો વધુ આવ્‍યો છે તે ટ્રાફિકથી ધમધમતા વિસ્‍તારો છે. અહીં ઔદ્યોગિક પ્રદૂષણ નહીં પરંતુ વાહનોની અવરજવર અને ધૂળો ઉડતા પ્રદૂષણનું પ્રમાણ વધ્‍યું છે.

તેવી જ રીતે હાલમાં શહેરના મોટાભાગના વિસ્‍તારોમાં રોડ રસ્‍તાનું મેટલીંગ કામ અને પેવર કામ ચાલુ હોવાથી આવા વિસ્‍તારોમાં સતત ધૂળયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ત્‍યારે ગત વર્ષની તુલનાએ રાજકોટ શહેરમાં આ વર્ષે પ્રદૂષણમાં વધારો થયો હોવાનુ તંત્ર જણાવી રહ્યુ છે.

(3:53 PM IST)