હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહાબોધી મહાવિહાર મુકિત આંદોલનના સમર્થનમાં રવિવારે રાજકોટમાં ધમ્મ સભા-ધમ્મ પદયાત્રા

રાજકોટ તા.૨૮: બિહારના બોધગયામાં આવેલું મહાબોધી મહાવિહારએ વિશ્વના બૌદ્ધોનું આસ્થાનું કેન્દ્ર છે જ્યાં ગૌતમ બુદ્ધ ને બોધિ પ્રાપ્ત થઈ હતી આ મંદિર પર બિન બૌદ્ધો નો કબ્જો છે તેને મુક્ત કરાવવા માટે મહાબોધી મહા વિહાર મુક્તિ આંદોલન ચાલુ છે તેના સમર્થનમાં ભારતીય બૌધ્ધ મહાસભા, સમતા સૈનિક દળ અને સમસ્ત બૌધ્ધ પૌધ્ધ સમુદાય દ્વારા ભવ્ય ધમ્મ સભાનું આયોજન તા. ૩૦/૧૧/૨૦૨૫ બપોરે ૨.૩૦ થી ૬ રાજકોટના શાષાી મેદાન ખાતે કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં વંદનીય ભદંત ગ્યાનજયોતી મહાથેરો, વંદનીય ભન્તે વિનાચાર્ય, ભીખ્ખુ સંઘ, આયુ. ભીમરાવ યશવંતરાવ આંબેડકર ડો. બાબાસાહેબ ના પ્રપૌત્ર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી મહાબોધી મહા વિહાર મુક્તિ આંદોલનને નવી દિશા આપશે.
બપોરે ૧ વાગ્યે ધમ્મ પદ યાત્રાની શરૂઆત બહુમાળી ભવનથી થશે જે શાષાી મેદાન ખાતે પહોંચશે જ્યાં ભવ્ય ધમ્મ સભા યોજાશે. આ ધમ્મ સભામાં પધારવા માટે સ્વતંત્રતા, સમાનતા, મૈત્રી અને કરુણામાં માનવાવાળા દરેક ભારતવાસીઓને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જાહેર અપીલ.
તસ્વીરમાં ‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા અંતે પથીક શ્રેષ્ઠી, સતિષભાઇ મુછડીયા (મો. ૮૩૨૦૫ ૭૬૬૨૮), જીજ્ઞેશ પી.પરમાર (મો. ૯૦૮૧૮ ૨૩૪૭૦), વિક્રમભાઇ પી.વોરા (મો. ૯૬૩૮૩ ૬૨૧૫૦), વિનય સાગર અનિત્ય, ભંતે ધમ્મરત્ન, સુમેધભાઇ તથાગત નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)










