<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

જય ભવાની ભુવા ગ્રુપ દ્વારા રવિવારે તળપદા કોળી સમાજના સમુહલગ્ન

આઠ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે, કરિયાવરમાં ૩૦૦ થી વધુ વસ્‍તુઓ

રાજકોટ : જય ભવાની ભુવા ગ્રુપ દ્વારા આગામી તા. ૩૦ ના રવિવારના રોજ સમસ્‍ત તળપદા કોળી સમાજના સમુહલગ્નોત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે.

માંડા ડુંગર, ગોકુલ પાર્ક-૧ ના ગેઇટની બાજુમાં, રાજકોટ ખાતે શ્રી સમસ્‍ત તળપદા કોળી સમાજ રાજકોટ (કતપરવાળા) દ્વારા ૩૦મીના રવિવારે આયોજીત આ સમુહલગ્નમાં આઠ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે. કરીયાવરમાં દિકરીઓને ૩૦૦ થી વધુ વસ્‍તુઓ આપવામાં આવશે.

આયોજનને સફળ બનાવવા સમસ્‍ત તળપદા કોળી, રાજકોટ ‘‘જયભવાની ભુવા ગ્રુપ''ના ભરતભાઇ ઢાયા, રણછોડભાઇ ચાવડા, કાળુભાઇ ખેર, હિરેનભાઇ રાઠોડ, રવિ પરમાર, ગોપાલ જાદવ, રમેશભાઇ બારૈયા, રામજીભાઇ બારૈયા, રોહિત ઢાયા, હિતેશ બારૈયા, મહેબુબભાઇ અજમેરી અને ચંદ્રેશભાઇ ઢાયા જહેમત ઉઠાવી રહ્યા છે.  (તસવીર : અભિજીત બગથરીયા)

(3:40 PM IST)