<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા સોમવારે કચ્‍છના ઝારા ડુંગરે ૨૫મો શહીદ શ્રધ્‍ધાંજલી સમારોહ યોજાશે

રાજકોટ,તા.૨૮: અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ૨૫માં ઝારા  શહીદ શ્રધ્‍ધાંજલી સમારોહ તા.૧ના સોમવારે બપોરે ૧૨ વાગ્‍યાથી શહીદવીરોની ભૂમિ ઝારા ડુંગર તા.લખપત કચ્‍છ ખાતે યોજવામાં આવેલ છે.

અકિલા ખાતે વિગતો વર્ણવતા અખીલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આગેવાનોએ  જણાવેલ કે ભારત દેશની અને કચ્‍છની સ્‍વતંત્રતા, ધર્મ અને સંસ્‍કૃતિની રક્ષા કાજે અને અસ્‍તિત્‍વનું સૌથી મોટું યુધ્‍ધ વી.સ.૧૮૧૯માં સિંધના આક્રમણખોર બાદશાહ ગુલામશાહ કલોરા અને કચ્‍છના મહારાઓ શ્રી ગોડજી બીજા વચ્‍ચે લડાયું હતું જેમાં શહીદ થયેલ હજારો વીરો-યોધ્‍ધાઓને શ્રધ્‍ધાંજલિ આપવા છેલ્લા ૨૪ વર્ષોથી, દર વર્ષે માગસર સુદ-અગીયારસ, (ગીતા જયંતી)ના દિવસે શહીદોને યાદ કરવા આ કાર્યક્રમ યોજાય છે.

 આ શહીદોની યાદ ચિરંજીવી રાખવા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા દર વર્ષે માગશર સુદ અગિયારસના રોજ ત્‍યાં સ્‍થળઃ ઝારા ડુંગર પર જ કાર્યક્રમ કરવામાં આવે છે.

કચ્‍છના અસ્‍તિતની આ મહત્‍વની આ લડાઈમાં ઘણાં હોથી જાડેજા રાજપૂતો અને સાહેબ જાડેજા રાજપૂતો, વિરભદ્ર જાડેજા, અબડા જાડેજા રાજપૂતો, ભાયાતો એ બીજા ઘણી જાતિઓના લડવૈયાઓ શહીદ થયા હતા. ઈતિહાસમાં હોથી જાડેજા રાજપૂત શહીદોની યાદી મળે છે.

આ કાર્યક્રમ ડો.જયેન્‍દ્રસિંહ જાડેજા, એમ.ડી.પી.ટી. જાડેજા, આંતરરાષ્‍ટ્રીય અધ્‍યક્ષ, દિપકસિંહ ઝાલા, આંતરરાષ્‍ટ્રીય મંત્રી, હનુમંતસિંહ જાડેજા, આંતરરાષ્‍ટ્રીય   કાર્યકારી અધ્‍યક્ષ, નીરુભા ઝાલા, પ્રદેશ અધ્‍યક્ષશ્રી, અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ, દસરથબા મહેન્‍દ્રસિંહ પરમાર, પ્રદેશ અધ્‍યક્ષ મહિલા સંઘ, વિશુભા ઝાલા પૂર્વ પ્રદેશ અધ્‍યક્ષ, રૂદ્રતસિંહ વાઘેલા -કાર્યકારી પ્રદેશ અધ્‍યક્ષ, નટુભા પી જાડેજા, પ્રદેશ ઉપાધ્‍યક્ષ દિગ્‍વિજય સિંહ ઝાલા, પ્રદેશ પ્રમુખ યુવા પાંખ સ્‍વરૂપસિંહ સોઢા, જિલ્લા પ્રમુખ વિજયસિંહ જેઠવા-કન્‍વિનયર, પ્રવિણસિંહ ઝાલા-સહ કન્‍વિનયર, સીતાપુર વગેરેના માર્ગદર્શન હેઠળ આયોજીત થયો છે.

કાર્યક્રમને સફળ બનાવવા ભરતસિંહ ઝાલા-ભભુજ શહેર પ્રમુખ, સમર્થસિંહ સોઢા-કાર્ય પ્રમુખ ભુજ, ખેતુભા જાડેજાઞમોટા રેહા, શિવરાજસિંહ જાડેજા-મોટી ચિરઈ, નવુભા વાઘેલા રાપર, ભવાનસિંહ જાડેજા-ભચાઉ, રતનસિંહ  જાડેજા, જેઠુભા જાડેજા-ખટીયા, કિશોરસિંહ જેઠવા, પાંડાવદર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તથા યુવા પાંખના કાર્યકરો જહેમત ઉઠાવી રહેલ છે.

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ આવા શહીદોને શ્રધ્‍ધાંજલી આપવા અંગેના ઉમદા કાર્યક્રમમાં પધારવા સૌને ભાવભર્યુ આમંત્રણ પાઠવે છે. કાર્યક્રમ સ્‍થળે પહોંચવા માતાના મઢથી નારાયણ સરોવરના રસ્‍તે ઘડૂલીથી જમણી બાજુ, લાખાપર થઈને (માતાના મઢથી આશરે ૩૩ કિ.મી) જઈ શકાશે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘના કિશોરસિંહ જેઠવા પાંડાવદર જીલ્લા પ્રમુખ, પથુભા જાડેજા ખોબરી શહેર પ્રમુખ, હિતેન્‍દ્રસિંહ ઝાલા કોઠારીયા યુવા પ્રમુખ, બળદેવસિંહ ગોહિલ કુકડ, દેવેન્‍દ્રસિંહ ઝાલા ઈંગોરાળા, મહીપતસિંહ પરમાર ટીકર, પરાક્રમસિંહ જાડેજા માણેકવાડા નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:41 PM IST)