<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

કોઠારીયા રોડ પર ડ્રેનેજ લાઈન નખાશેઃ કામનો પ્રારંભ

 

રાજકોટ, મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૮માં નવા ડેવલપ થતા વિસ્‍તાર ટી.પી.૩૮, ૩૯ તથા સિલ્‍વર, ગોલ્‍ડન તથા નટરાજ ઇન્‍ડસ્‍ટ્રીઝ તેમજ આદર્શ શિવાલય આસોપાલવ સુંદરમ પાર્ક અને કોઠારીયા રોડ પર સેલિબ્રેશન પાર્ટી પ્‍લોટ થી કોઠારીયા ચોકડી સુધી બંને બાજુ ડ્રેનેજ મેઈન લાઈન નાખવાનું તથા મેન હોલ બનાવવાના કામનો શુભારંભ વોર્ડના કોર્પોરેટરઓ દ્વારા કરવામાં આવ્‍યો. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કોર્પોરેટર સંજયસિંહ રાણા, દક્ષાબેન વાઘેલા, પ્રમુખ અનિલભાઈ દોંગા, મહામંત્રી મીતેશભાઇ બોરીચા, મુન્નાભાઈ જોગરાણા, મનસુખભાઈ ઠુંમર, નીલેશભાઈ મુંગરા, મહેશભાઈ આસોદરીયા, એલિસ રાઠોડ, દીપક ટાંક, ધર્મેશભાઈ કિહોર, મુકેશભાઈ કવલ, પરેશભાઈ તાલપરા, કલ્‍પેશભાઈ બામટા, જયેશભાઈ લાઠીયા, રામભાઈ આહિર, કેવિન વરસાણી, હિમાંશુભાઈ રાજયગુરૂ, મોહિતભાઈ મહેતા, દિનેશભાઈ કિડીયા, માલતીબેન ચાવડા, સોનલબેન સોમૈયા, ભારતીબેન ગજેરા, આશાબેન ગોહેલ, પ્રભાબેન સવાસડીયા તેમજ વિસ્‍તારવાસીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ.

(3:42 PM IST)