<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

વાઘ બકરી ટી ગ્રુપ દ્વારા ‘મિલી ટી'ના પ્રમોશન માટે નવું કેમ્‍પેન શરૂ

અભિનેત્રી સાક્ષી તંવરને બ્રાન્‍ડ એમ્‍બેસેડર બનાવાયાઃ સ્‍લોગન છે ‘સ્‍વાદ મસ્‍ત બચત જબરદસ્‍ત' : લીફ, ડસ્‍ટ, ફેની અને ઈલાયચી પ્રોડક્‍ટ લોન્‍ચઃ મિલી ટીને બોલ્‍ડ ફલેવર, શ્રેષ્‍ઠ સ્‍વાદ, બેસ્‍ટ ક્‍વોલીટી સાથે બનાવવામાં આવી છેઃ પત્રકાર પરીષદમાં વિગતો આપતા ગ્રુપના સીઈઓ સંજય સિંગલ : મિલી ટી તેના સેગમેન્‍ટમાં બેસ્‍ટ ક્‍વોલીટીની ચા છે, જે આકર્ષક કિંમતે બોલ્‍ડ સ્‍વાદ અને એક સમાન ક્‍વોલીટી આપે છે

રાજકોટઃ ભારતની અગ્રણી અને વિશ્વસનીય ચા બ્રાન્‍ડ વાઘ બકરી ટી ગ્રુપે ‘મિલી ટી' ના પ્રમોશન માટે નવું કેમ્‍પેન શરૂ કર્યુ છે. તે બ્રાન્‍ડના ‘‘ક્‍વોલિટી એટ ગ્રેટ વેલ્‍યુ''ના વચનને અને ગુજરાતના ઝડપથી વિકસતા મિડ-પ્રીમિયમ ટી માર્કેટમાં તેની હાજરીને વધુ મજબુત બનાવે છે. આ કેમ્‍પેન ઔપચારિક રીતે રાજકોટમાં લોન્‍ચ કરવામાં આવ્‍યું હતું.

ઉલ્લેખનીય છે કે મિલી ટી એ ટી સેક્‍ટર માટે ભારતના અગ્રણી સસ્‍ટેનિબિલિટી ફોટ અને વેરીફીકેશન સિસ્‍ટમ્‍સ ટ્રસ્‍ટિયા દ્વારા પ્રમાણિત ચાના બગીચાઓમાં તૈયાર કરવામાં આવે છે. ટ્રસ્‍ટિયા સિસ્‍ટમ્‍સ હેઠળ જવાબદાર સોર્સિંગ અને નૈતિક ખેતી પદ્ધતિઓ પર ભાર મુકવામાં આવે છે. ચા નો અલગ-અલગ સ્‍વાદ પસંદ કરતા લોકોને ધ્‍યાનમાં રાખીને બનાવવામાં આવેલી ‘‘મિલી ટી'' લીફ ફેનિંગ અને ડસ્‍ટ ટીમાં વિવિધ પ્રકારો ઓફર કરે છે. આની સાથે જ ટૂંક સમયમાં તેની શ્રેણીને વધુ વિસ્‍તૃત કરવા માટે મિલી ઈલાયચી ટી પણ રજૂ કરવામાં આવશે.

વાઘ બકરી ટી ગ્રુપ, ગ્રાહકો સાથે વધુ સંપર્ક કરવા માટે ટેલિવિઝન પ્રિન્‍ટ, ડિજિટલ પ્‍લેટફોર્મ, આઉટડોર મીડિયા, સિનેમા એડવર્ટાઈઝીંગ રિટેલર બોર્ડ, ઓટો-હૂડ બ્રાન્‍ડિંગ અને પોઈન્‍ટ-ઓફ-સેલ મટિરિયલ્‍સમાં વ્‍યાપક ૩૬૦ ડીગ્રી માર્કેટિંગ કેમ્‍પેન શરૂ કરી રહ્યું છે. આ નવા અભિયાનમાં અભિનેત્રી સાક્ષી તંવર છે અને તેની ટેગલાઈન ‘‘ટેસ્‍ટ મસ્‍ત, બચત જબરદસ્‍ત'' છે.

આ લોન્‍ચીંગ પ્રસંગે યોજાએલ પત્રકાર પરીષદમાં વાઘ બકરી ટી ગ્રુપના સીઈઓ સંજય સિંગલે જણાવ્‍યું હતું કે, ‘‘મિલી ટી ને બોલ્‍ડ ફલેવર સમુદ્ર રંગ અને શ્રેષ્‍ઠ સ્‍વાદ આપવા માટે બનાવવામાં આવી છે. આ ચા ગ્રાહકોને પરવડી શકે તેવી કિંમતે બેસ્‍ટ ક્‍વોલિટી પ્રદાન કરે છે. પોતાની જવાબદારી સાથે સોર્સ કરવામાં આવેલા બ્‍લેન્‍ડ અને વાઘ બકરી ગ્રુપના વારસા પર વિશ્વાસ સાથે,  મિલી એવી ક્‍વોલિટીનું પ્રતિક છે. જેના પર દરેક ઘર વિશ્વાસ કરી શકે છે. એમ ગુજરાત અને તેની બહાર અમારી હાજરીને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ. ત્‍યારે સાક્ષી તંવર સાથે અમારું નવું કેમ્‍પેન અમારી બ્રાન્‍ડની ઉર્જા અને આત્‍મવિશ્વાસ વ્‍યક્‍ત કરે છે. સૌરાષ્‍ટ્ર ગુજરાતે આ બ્રાન્‍ડને ખૂબ પ્રેમ આપ્‍યો છે. જે દેશમાં અને હાલ વિદેશમાં પણ વિખ્‍યાત છે.

આ અભિયાનની સાથે-સાથે, મોટા પાયે વેટ-સેમ્‍પલિંગથી ગ્રાહકોને મિલીના મજબૂત, સ્‍વાદિષ્‍ટ સ્‍વાદનો જાતે અનુભવ કરવાની અને તેને તેમના રોજિંદા જીવનમાં સામેલ કરવાની તક મળશે. આ બ્રાન્‍ડ પ્રાયોરિટી માર્કેટમાં ૧૦૦% રિટેલ પ્‍લેસમેન્‍ટની દિશામાં પણ કામ કરી રહી છે. જેને મોર્ડન ટ્રેડ અને અગ્રણી ઇ-કોમર્સ પ્‍લેટફોર્મમાં વધતી હાજરીનો સપોર્ટ મળી રહ્યો છે.

સંજય સિંગલે વધુમાં જણાવેલ કે મિલી ટી તેના સેગમેન્‍ટમાં બેસ્‍ટ ક્‍વોલિટીની ચા છે જે આકર્ષક કિંમતે બોલ્‍ડ સ્‍વાદ અને એકસમાન ક્‍વોલિટી આપે છે. આ બ્રાન્‍ડ સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્‍ટ્રમાં તેની પહોંચ વધારી રહી છે. અહીં અમરેલીમાં તાજેતરના ગ્રાહક રિસર્ચમાં જાણવા મળ્‍યું હતું કે મિલીની સમુદ્ર અને તાજગીભરી ટેસ્‍ટ પ્રોફાઈલને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.

આ નવી કેમ્‍પેન સાથે મિલી ટીનો ઉદ્‌ેશ્‍ય જાગૃતિ અને પહોંચ વધારવાની સાથે મજબૂત સ્‍વાદ અને ઉત્તમ મૂલ્‍ય મેળવવા માંગતા ચા ના શોખીન લોકો માટે પસંદગીના વિકલ્‍પ તરીકે તેની સ્‍થિતિને વધુ મજબૂત બનાવવાનો છે.

આ અંગે વધુ માહિતી માટે હેમંત સડકર (મો.૯૮૭૯૫ ૨૮૬૦૦) સુકન્‍યા સુરેશ (મો.૯૨૨૭૪ ૪૪૨૦૦)નો સંપર્બ કરી શકાય છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

 

(2:51 PM IST)