હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટના વ્યાજખોર વિશ્વરાજસિંહ ચુડાસમા સહિત ત્રણ સામે ઉપલેટામાં ગુન્હો નોંધાયો
હથિયાર સાથેનો ફોટો સોશ્યલ મિડીયામાં મૂકી સીન સપાટા કરનાર

રાજકોટ તા.૨૯: હથિયાર સાથેનો ફોટો સોશ્યલ મીડીયામાં અપલોડ કરનાર રાજકોટના વ્યાજખોર સહિત ત્રણ સામે ઉપલેટા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.
મળતી વિગતો મુજબ ભાયાવદરમાં વ્યાજના ચક્રમાં ખેતીની જમીન પડાવી લેનાર તેમજ ઉપલેટામાં ગઇકાલે જેની સામે વ્યાજખોરીના ગુન્હો નોંધાયો હતો તે વિશાલસિંહ ઉર્ફે વિશ્વરાજસિંહ ઉર્ફે વિશુભા બળવંતસિંહ ચુડાસમા રે.રૈયા ચોકડી ટાટ કંપનીના શોરૂમ પાસે રાજકોટ રે.મૂળ ભાયાવદર, ઉદય દિનેશભાઇ ડેર રે.ઉપલેટા તથા દિનેશ પુંજાભાઇ ડેર રે.ઉપલેટા સામે ઉપલેટાના એ.એસ.આઇ. ધરમચંદ પ્રેમચંદ કટોચે ફરીયાદી બની ઉપલેટા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી વિશ્વરાજસિંહએ આરોપી ઉદય દ્વારા અન્ય આરોપી દિનેશ ડેરની રિવોલ્વર તથા બાર બોલ ડબલબેરલ વાળુ હથિયાર મેળવી જાહેરમાં સલામતી જોખમાઇ તે રીતે બેદરકારીથી વિડીયો ઉતારી રોફ જમાવવા સોશ્યલ મીડીયામાં અપલોડ કર્યો હતો.
ઉપલેટા પોલીસે વ્યાજખોર વિશ્વરાજસિંહ સહિત ત્રણેય સામે ગુન્હો દાખલ કર્યો હતો. અત્રે એ નોંધનીય છે કે, વિશ્વરાજસિંહ ભાયાવદરના વ્યાજખોરીના ગુન્હામાં હાલમાં જેલમાં છે. પોલીસે અન્ય બે આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.










