હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માતાજીનો માંડવો કરવાના નાણા ભેગા ન થતાં નવાગામના દેવાએ એસિડ પીધું!
પત્નિ સાથે ભંગાર વીણવા મોરબી ગયો ત્યાં પગલુ ભરી લેતાં સારવાર માટે દાખલ કરાયો

રાજકોટ તા. ૨૯: કુવાડવા રોડ પર સાત હનુમાન પાસે નવાગામમાં રહેતાં દેવજી ઉર્ફ દેવો રવજીભાઇ વાઘેલા (ઉ.વ.૩૫) નામના યુવાને મોરબીમાં આવેલા માળીયા ફાટક પાસે એસિડ પી લેતાં તેને સારવાર માટ ેરાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. માતાજીનો માંડવો કરવા માટે પૈસાની વ્યવસ્થા ન થઇ શકતાં આ પગલુ ભર્યાનું તેણે જણાવ્યુ઼ હતું!
જાણવા મળ્યા મુજબ નવાગામ રહેતો દેવજી ઉર્ફ દેવો ગઇકાલે પોતાની પત્નિ સાથે ભંગાર વીણવા મોરબી તરફ ગયો હતો. જ્યાં માળીયા ફાટક પાસે તેણે એસિડ પી લેતાં મોરબી સારવાર અપાવી રાજકોટ ખસેડાતાં મોરબી બી-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર દેવો છ ભાઇ અને છ બહેનમાં નાનો છે અને તેને સંતાનમાં એક દિકરો તથા બે દિકરી છે. પોતે ભંગારની ફેરી કરે છે.
તેણે રટણ કર્યુ હતું કે તેને કુટુંબીજનો સાથે મળીને મેલડી માતાજીનો માંડવો કરવાની માનતા લીધી હતી. પણ હાલમાં માંડવો કરવા માટે પૈસાની વ્યવસ્થા થઇ શકતી ન હોઇ જેથી તે ચિંતામાં રહેતો હતો. આ દરમિયાન મોરબીમાં ભંગાર વીણવા ગયો ત્યાં પણ પૈસાની ચિંતા થતાં એસિડ પી ગયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.










