તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th November 2025
શહેરમાં પોલીસની ડ્રાઇવઃ નશોકરી વાહન લઇ નીકળનારા તથા દેશીદારૂ સાથે ૧૮ ઝડપાયા
ડીસીપી ઝોન-૧ની એલસીબી તથા પોલીસ સ્ટેશનના સ્ટાફના દરોડા

રાજકોટ, તા.૨૯: શહેરના અલગ-અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં ડીસીપી ઝોન-૧ની એલસીબી તથા પોલીસ મથકના સ્ટાફે ચેકીંગ દરમ્યાન જુદાજુદા વિસ્તારોમાંથી દેશીદારૂ સાથે ૧૬ અને નશોકરી વાહન લઇને નીકળનારા સહિત ૧૮ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં પ્રનગર પોલીસે જંકશન મેઇન રોડ પર નશોકરી એકટીવા લઇને નીકળેલા રજની વિનોદરાયભાઇ જસાણીને તથા એડીવીઝન પોલીસ ભકિતનગર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાંથી રૂા. ૨૦૦ના દેશીદારૂ સાથે આકાશ પ્રકાશભાઇ રોમન, તથા લોહાનગરમાંથી રૂા.૨૦૦ના દેશીદારૂ સાથે અમીત ધીરૂભાઇ મેરને, લોહાનગરમાંથી રૂા.૨૦૦ના દેશી દારૂ સાથે કમલેશ રમેશભાઇ કુકાવાને પકડી લીધો હતો.
જયારે બી-ડીવીઝન પોલીસે જુનામોરબી રોડ પર રેલવેના પાટાપાસેથી રૂા.૮૦૦નો દેશીદારૂ કબ્જે કર્યો હતો. જયારે અનીલ જેન્તીભાઇ માલકીયા નાશી જતા તેની શોધખોળ હાથધરી છે. જયારે ડીસીપી ઝોન -૧ એલ.સી.બી.ની ટીમે સંતકબીર રોડપર વરલી ફીચરનો જુગાર રમતા સુલતાન કરીમખાન જલવાણીને પકડી લીધો હતો.
જયારે એરપોર્ટ પોલીસે કુચીયાદડ પાસેથી રૂા.૧૦૦૦ના દેશી દારૂ સાથે ધનજી બાજુભાઇ વાઘેલાને પકડી લીધો હતો.
જયારે ડીસીપી ઝોન-૧ની એલસીબીની ટીમે થોરાળામાં ૮૦ ફૂટ રોડ પર マયુન્ડાઇના શોરૂમ સામેથી રૂા.૧૦,૦૦૦ના દેશી દારૂ સાથે વિશાલ અશોકભાઇ સોલંકીને તથા ચુનારાવાડ ચોક શાકમાર્કેટ સામેથી રૂા.૧૨૦૦ના દેશીદારૂ સાથે કમુ ધીરૂભાઇ બાવળીયાને, રૂા.૧૦૦ના દેશી દારૂ સાથે અલ્તાફ ઇબ્રાહીમભાઇ મુલતાનીને લાખાજીરાજી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની પાછળના ભાગેથી રૂા.૨૦૦૦ના દેશીદારૂ સાથે કવીતા ધર્મેશભાઇ મકવાણાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
જયારે ગાંધીગ્રામ પોલીસે રેૈયારોડ પરથી રૂા.૧૨૦૦ દારૂ સાથે જલ્પા કિશનભાઇ જખાણીયાને પકડી લીધો હતો. તથા યુનિવર્સિટી પોલીસ રેૈયાધાર પાણીના ટાંકા પાછળ મફતીયાપરમાંથી રૂા. ૨૦૦૦નો દેશીદારૂ કબ્જે કરી નાશીજનાર અનીશા તોફીક ખાંડુની શોધખોળ હાથધરી છે. જયારે ગુરૂજીનગર આવાસ યોજના કવાટર પાછળ નોનેવેજની દુકાનમાંથી રૂા. ૩૦૦૦ના દેશીદારૂ સાથે રૂકસાના એજાજભાઇ સુમરાને તથા રૈયાધાર મફતીયા પરમાંથી રૂા.૧૦૦૦ના દેશીદારૂ કબજેકરી ગોૈરી શનિભાઇ પરમારની શોધખોળ આદરી છે. જયારે ભકિતનગર પોલીસે કોઠારીયા રોડપર નશોકરી નીકળેલા રવીરાજ રમેશભાઇ જાદવને તથા માલવીયા નગર પોલીસે દોઢસોફૂટ રોડપરથી રૂા.૧૦૦૦ના દેશીદારૂ સાથે કુસુમ પિયુષભાઇ સોલંકીને તથા તાલુકા પોલીસે મોટામવા સ્મશાન પાસેથી રૂા.૨૦૦૦ના દેશીદારૂ સાથે ગોરધનાઇ જકશીભાઇ સાડમીયાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
(2:31 PM IST)










