તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th November 2025
રાજય કક્ષાની રાસ ગરબા સ્પર્ધાનું પરિણામઃ જામનગર, સુરત, ગાંધીનગરની ટીમ વિજેતા
રાજકોટની વિરાણી સાયન્સ કોલેજ પ્રાચિનમાં દ્વિતીય

રાજકોટ તા.૨૯: ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તેમજ યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ, ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ ની કચેરી, રાજકોટ દ્વારા રાજયકક્ષા નવરાત્રી રાસ - ગરબા સ્પર્ધા - ૨૦૨૫ નું તા.૨૫ થી ૨૮ નવેમ્બર ૨૦૨૫ દરમ્યાન શ્રી હેમુ ગઢવી નાટયગળહ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ હતુ.
જેમા ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી અર્વાચીન ગરબા, પ્રાચીન ગરબા અને રાસ સ્પર્ધામાં વિજેતા થયેલ ટીમોએ ભાગ લીધેલ. જેમાં રાજ્યકક્ષાએ પ્રથમ, દ્વિતિય અને તળતિય નંબરે વિજેતા થયેલ ટીમોને રોકડ પુરસ્કાર મળવાપાત્ર રાજ્યકક્ષા સ્પર્ધાનું પરિણામ નીચે મુજબ છે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.વી. દિહોરા જણાવે છે.
રાસ સ્પર્ધા
વિજેતા નંબર સંસ્થાનું નામ જિલ્લાનું નામ
પ્રથમ શ્રી રાજશક્તિ રાસ મંડળ - જામનગર જામનગર શહેર
દ્વિતીય ગોવાળીયો રાસ મંડળ-જોરાવરનગર, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર
તળતિય ઓમ કલ્ચરલ ગળપ - સુરત સુરત શહેર
અર્વાચિન ગરબા સ્પર્ધા
વિજેતા નંબર સંસ્થાનું નામ જિલ્લાનું નામ
પ્રથમ પનઘટ કલા કેન્દ્ર, સેકટર - ૨૭, ગાંધીનગર ગાંધીનગર શહેર
દ્વિતિય સપ્તધ્વનિ સંગીત વર્ગ કલાવળંદ -સુરત સુરત શહેર
તળતિય કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી, તાપી તાપી
પ્રાચિન ગરબા સ્પર્ધા
વિજેતા નંબર સંસ્થાનું નામ જિલ્લાનું નામ
પ્રથમ સપ્તધ્વનિ સંગીત વર્ગ એન્ડ કલાવળંદ - સુરત સુરત શહેર
દ્વિતિય શ્રી એમ. એન્ડ એન. વિરાણી સાયન્સ કોલેજ - રાજકોટ રાજકોટ શહેર
તૃતીય કે.પી.ધોળકિયા ઇન્ફોટેક મહિલા કોલેજ - અમરેલી અમરેલી
(4:04 PM IST)










