<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

કાલાવડ રોડ પર વૃધ્‍ધાશ્રમ પાસેથી ચોરડીના પિતા-પુત્ર ચોરાઉ એકસેસ સાથે પકડાયા

તાલુકા પોલીસના કોન્‍સ મુકેશભાઇ ડાંગર, ઉગાભાઇ બાળા તથા જયપાલસિંહ સરવૈયાની બાતમી

રાજકોટ, તા.૨૯: શહેરના કાલાવડરોડ પર અંધ વૃધ્‍ધાશ્રમ સામેથી તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ગોંડલના ચોરડી ગામના પિતા-પુત્રને ચોરાઉ એકસેસ સાથે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર અંધ વૃધ્‍ધાશ્રમ પાસે બેશખ્‍સો ચોરાઉ એકસેસ સાથે ઉભા હોવાની તાલુકા પોલીસના કોન્‍સ મુકેશભાઇ ડાંગર, ઉગાભાઇ બાળા અને જયપાલસિંહ સરવૈયાને બાતમી મળતા પી.એસ.આઇ.બી.આર.ભરવાડ સહિતના સ્‍ટાફે કાલાવડ રોડપર  અંધવૃધ્‍ધાશ્રમ સામેથી ગોંડલના ચોરડીગામમાં રહેતા પ્રવિણ નાથાભાઇ ગઢીયા (ઉ.વ.૫૨) અને તેનો પુત્ર મીહીર ગઢીયા (ઉ.વ.૨૨)ને ચોરાઉ એકસેસ સાથે પકડી લીધા હતા. પોલીસે પૂછપરછ કરતા બંનેએ આઠ દિવસ પહેલા અંબીકા ટાઉનશીપ પાસે ફ્રેમ ઓરાશોરૂમની સામેથી એકસેસ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.

આ કામગીરી ઇન્‍ચાર્જ પીઆઇ એમ.જે. હુણના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્‍સ. બી.આર.ભરવાડ, હેડ.કોન્‍સ. કોૈશેન્‍દ્રસિંહ ઝાલા, અજયભાઇ ભુંડીયા, અક્ષયભાઇ નાથાણી, કોન્‍સ. ભીખુભાઇ મૈયડ, જયપાલસિંહ ભુંડીયા સરવૈયા, ઉનાભાઇ બાળા, મુકેશભાઇ ડાંગર તથા નિકુંજભાઇ મારવીયા, દ્વારા કરવામાં આવી હતી.

(4:04 PM IST)