<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

‘રીક્ષામાં વધારે માણસો બેઠા છે, ચાલે તેમ નથી' કહી ગઠીયાએ પ્રેમજીભાઇનો મોબાઇલ સેરવી લીધો

કાલાવડ રોડ પર બનાવઃ ગુરૂજીનગર આવાસમાં રહેતા પ્રોૈઢની તાલુકા પોલીસમાં ફરિયાદ

રાજકોટ, તા.૨૯: કાલાવડ રોડ પર આત્‍મીય કોલેજ નજીક પાણીના ટાંકા પાસે  રીક્ષામાં બેઠેલા દંપતીને ચાલકે' રીક્ષામાં વધારે માણસો બેઠા છે. ચાલે તેમ નથી અહી ઉતરી જાવ ભાડુ જોતુ નથી કહી' ગઠીયાએ પ્રોૈઢનો ૧૪ હજારનો મોબાઇલ ફોન સેરવી લીધો હતો

મળતી વિગત મુજબ સાધુવાસવાણી રોડ ઉપર ગુરૂજીનગર આવાસ યોજના કવાર્ટરમાં બ્‍લોક નં. ૧૮ કવાર્ટર નં. ૩૪ર માં રહેતા પ્રેમજીભાઇ નાનજીભાઇ ખોખર ઉ. પ૭ ગઇ કાલે તેના પત્‍ની હંસાબેન સાથે કાલાવડ રોડ કેકેવી ચોકમાં એક રીક્ષામાં બેસીને આણંદપર ગામ પાસે માઠા પ્રસંગમાં જવા માટે નિકળયા હતા ત્‍યારે રીક્ષામાં અગાઉથી બે મહિલાઓ બેથી હતી અને ડ્રાઇવરની બાજુમાં પ્રોઢ અને એક વ્‍યકિત બેઠો હતો. રીક્ષા કાલાવડ રોડ આત્‍મીય કોલેજ નજીક પાણીના ટાંકા પાસે પહોચતા ચાલકે કહયુ કે રીક્ષામાં વધારે માણસો બેઠા હોય રીક્ષા ચાલે તે નથી તમે ઉતરી જાવ તમારૂ ભાડુ જોતુ નથી તેમ કહી રીક્ષામાં બેઠેલા પ્રેમજીભાઇ અને તેના પત્‍ની હંસાબેનને ઉતારી મુકયા હતા બાદ ચાલક રીક્ષા લઇને જતો રહયો હતો. દરમિયાન પ્રેમજીભાઇએ મોબાઇલ કાઢવા જતા ખીસ્‍સામાં મોબાઇલ જોવા ન મળતા રીક્ષામાં બેઠેલા અજાણ્‍યા શખ્‍સે મોબાઇલ સેરવી લીધો હોવાની ખબર પડી હતી. આ બનાવની પ્રેમજીભાઇ એ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એ.એસ.આઇ. નિલેશભાઇ ચાવડાએ તપાસ હાથ ધરી હતી.

(3:55 PM IST)