<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

પાળના ઠાકર મંદિરે પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવઃ ભાગવત કથાનો પ્રારંભ : વિવિધ પ્રસંગો ઉજવાશે

રાજકોટ તા. ૨૯ : રાજકોટના પાળ ગામે આવેલા ૨૦૦ વર્ષ જુના આંબેવપીરની જગ્‍યામાં પાળના ઠાકરની જગ્‍યામાં ચાર કરોડના ખર્ચે નિર્માણ પામેલ શ્રી આંબેવપીર ધામ ખાતે પુનઃપ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. અઢારે વરણના આસ્‍થાના કેન્‍દ્ર સમાન ઠાકર દ્વાર યોજાયેલ ૧૦ દિવસના આ ઉત્‍સવ દરમિયાન અંદાજિત ચાર લાખ લોકો દર્શન પ્રસાદનો લાભ લેશે.

ઠાકર મંદિરે સોનાનું સિંહાસન અને ચાંદીના દ્વાર બનાવવામાં આવ્‍યા છે. તા. ર૬થી શ્રી મદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થઇ ચુકયો છે. કથા દરમિયાન વિવિધ ધાર્મિક ઉત્‍સવો ધામ ધૂમથી ઉજવાશે. કોઈ જાતના ભેદભાવ વિના દરરોજ મહાપ્રસાદની વ્‍યવસ્‍થા છે. આ ધાર્મિક પ્રસંગે ભરવાડ સમાજના ધર્મગુરુ મહા મંડલેશ્વર ૧૦૦૮ પૂજ્‍ય શ્રી ઘનશ્‍યામપુરી બાપુ ગુરુ શિવપુરી બાપુ સહિતના સંતો મહંતો ઉપસ્‍થિત રહેશે.

પાળના ઠાકર મંદિરના મહંત શ્રી ટીટા ભગતે વિગતો આપતાં જણાવ્‍યું હતું કે ૨૦૦ વર્ષ પુરાણા આ ઠાકર દ્વારા અનેક પરચા છે. ભરવાડ સમાજના સંત શ્રી આંબા ભગતના ઘરે ભગવાન શ્રી કળષ્‍ણ રોટલો ખાવા પધાર્યા હતા. પાળના દરબાર સાહેબની ભેંસને સજીવન કરવામાં આવી હતી. પાળના ઠાકરના ઘોડાએ ફાંસીના દોરડા તોડી નાખ્‍યા હતા. સતાધારની જગ્‍યામાં સંત આંબેવ પીર દ્વારા પાટુ મારીને જમીનમાંથી પાણી કાઢયું હતું. એક ખેડૂતનું બંજર ખેતર હરિયાળું કરી આપ્‍યું હતું. આવા અનેક પરચા આપ્‍યા હતા.

લોકોના આસ્‍થાના પ્રતીક એવા ઠાકર દ્વારના દર્શને તમામ ભાવિકોને પધારવા ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્‍યુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા જયેશભાઇ વસોયા, પરેશભાઇ વસોયા, બાબુભાઇ ટીલાળા, ભગાભાઇ ટીલાળા, મહેશભાઇ ભગત, નિલેશભાઇ ભગત, રાજુભાઇ ચાવડીયા, ભીખાભાઇ પડસારીયા, જીતુભાઇ કાટોળીયા, રાજુભાઇ જુંજા, જગાભાઇ વકાતર નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

 

(4:01 PM IST)