<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

થોરાળા, માલવીયા અને તાલુકા પોલીસમાં કબજે થયેલ રૂા.૯.ર૧ લાખના દારૂનો નાશ

નાકરાવાડી ગામ પાસે સરકારી ખરાબામાં દારૂ-બીયરના જથ્‍થા ઉપર બુલડોઝર ફેરવી દેવાયુ

રાજકોટઃ તા. ર૯, શહેરના થોરાળા, માલવીયાનગર અને તાલુકા પોલીસ સ્‍ટેશનમાં કબજે કરેલા રૂા.૯.ર૧લાખની કિંમતના વિદેશી દારૂ અને બીયરના જથ્‍થાનો પોલીસ દ્વારા નાકરાવાડી ગામ પાસે નાશ કરવામાં આવ્‍યો હતો. શહેરના થોરાળા, માલવીયાનગર  અને તાલુકા પોલીસ મથકમાં છેલ્લા એક મહિનામાં ૩૧ કેસ નોંધાયા હતા, જેમાં રૂા. ૯,ર૧,૬૧૭ ની કિંમતનો દારૂ-બીયરનો જથ્‍થો કબજે કરવામાં આવ્‍યો હતો. આ જથ્‍થાનો નાશ કરવા માટે નામદાર કોર્ટના હુકમ મુજબ પોલીસ દ્વારા આજે નાકરાવાડી ગામ નજીક સરકારી ખરાબામાં દારૂ-બીયરની ર૭પ૭ બોટલો ઉપર બુલડોઝર ફેરવી દઇ નાશ કરવામાં આવ્‍યો હતો.

(4:02 PM IST)