તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th November 2025
માલવીયાનગર પોલીસ સ્ટેશન દ્વારા વ્યાજખોરોનો ત્રાસ અટકાવવા લોન મેળોડીસીપી રાકેશ દેસાઈ, એસીપી બી.જે. ચૌધરીની રાહબરીમાં પીઆઇ જે.આર. દેસાઈ, પીએસઆઇ એમ. જે. ધાધલ અને ટીમનું સફળ આયોજન

રાજકોટ: પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાની સૂચનાના અનુસંધાનમાં, રાજકોટ શહેર પોલીસે વ્યાજખોરીના દુષણને ડામવા અને પ્રજાજનોને રાહત આપવા માટે એક અનોખી પહેલ કરી છે. માલવીયાનગર પોલીસ સ્ટેશન દ્વારા આજે, તા. ૨૯/૧૧/૨૦૨૫ ના રોજ, વ્યાજખોરોના ત્રાસથી બચવા માટે રાહત દરે લોન/ધિરાણ મળી રહે તે હેતુથી એક વિશેષ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહે. એડિશનલ પોલીસ કમિશ્નર શ્રી મહેંદ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશ્નર રાકેશ દેસાઇ, અને મદદનીશ પોલીસ કમિશ્નર બી.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળ જળવાય રહે તે માટે "ત્રણ વાત તમારી તથા ત્રણ વાત અમારી" કાર્યક્રમ પણ આ લોન મેળા સાથે સંકલિત કરવામાં આવ્યો હતો.
આ લોન મેળાનું આયોજન માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે સાંજે ૪:૦૦ કલાકથી ૫:૦૦ કલાક દરમિયાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપરાંત સામાજીક આગેવાનો રાજુભાઇ ડાભી, મંગલભાઇ મુછડીયા, ભુપતભાઇ ભટ્ટ તથા ઉજ્જીવન બેંક (મવડી રોડ) ના બ્રાંચ મેનેજર શરદભાઈ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પીઆઇ જે. આર. દેસાઈ, પીએસઆઇ એમ.જે.ધાધલ અને ટીમે કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
(8:27 PM IST)










