News of Monday, 1st December 2025
રિક્ષાગેંગ ઝડપાઇઃ આરીફ ઉર્ફ ચક્કી, કાન્તુ, તેજલીએ બે ગુના કબુલ્યા : નટીયાની શોધખોળ
સોનાની બંગડી અને મોબાઇલ ચોરી લેવાના બે ગુના ઉકેલાયાઃ એલસીબી ઝોન-૨ના પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમની કામગીરી, તાલુકા પોલીસ પણ મદદમાં

રાજકોટ તા. ૧: શહેરમાં રિક્ષામાં મુસાફરને બેસાડી સોનાના દાગીના, મોબાઇલ ફોન સેરવી લઇ પછી મુસાફરને અધ્ધવચ્ચે ઉતારી મુકી ભાગી જવાના બે ગુના નોંધાયા હતાં. તાલુકા પોલીસમાં નોંધાયેલા આ બંને ગુનાનો ભેદ એલસીબી ઝોન-૨ ટીમે ઉકેલી એક શખ્સ, બે મહિલાને પકડી લીધા છે. એક સાગ્રીતનું નામ ખુલતાં શોધખોળ થઇ રહી છે.
રિક્ષામાં એક વૃધ્ધાને બેસાડી ધક્કામુક્કી કરી સોનાની બે લાખની બંગડી ચોરી લેવાનો અને એક વૃધ્ધ સાથે ધક્કામુક્કી કરી મોબાઇલ ફોન ચોરી લેવાનો બનાવ તાલુકા પોલીસમાં નોંધાયો હતો. આ બંને ગુના ઉકેલી નાંખી એલસીબી ઝોન-૨ ટીમે રીક્ષા ચલાવતાં આરીફ ઉર્ફે ચક્કી ફૈઝમંહમંદભાઇ શેખ (રહે. ત્રિકોણબાગની ફૂટપાથ ઉપર), કાન્તુબેન પોપટભાઇ વાઘેલા (રહે. કાલાવડ રોડ રેલ્વેના પાટા પાસે) અને તેજલબેન ઉર્ફે બાવલી દીનેશભાઇ સોલંકી (રહે. સિવિલ હોસ્પિટલ ચોક ઓવરબ્રીજ નીચે)ને ઝડપી લઇ ૧,૨૫,૦૦૦ની સોનાની બંગડી, ૧૪ હજારનો ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન અને બંનેગુનામાં વપરાયેલી ઓટો રીક્ષા નંબર જીજે૦૩બીયુ-૦૧૩૬ રૂપિયા પચાસ હજારની મળી કુલ રૂ. ૧,૮૯,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ ગેંગની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ ખાસ કરીને મોટી ઉંમરના વળદ્ધ મુસાફરોને નિશાન બનાવતા હતા. વળદ્ધ પેસેન્જરને રીક્ષામાં બેસાડ્યા બાદ આરોપીઓ રીક્ષામાં ધક્કા-મુકકી કરીને નજર ચુકવી દેતા અને તેમના સોનાના દાગીના, મોબાઈલ, પાકીટ અથવા રોકડ રકમની ચોરી કરી લેતા હતા. ચોરીને અંજામ આપ્યા બાદ તેઆ રીક્ષામાં પંચર પડયું છે, હવે તમારે જવું છે ત્યાં રિક્ષા નહિ જાય તેવા બહાના બનાવી ઉતારી મુકી ભાગી જતાં હતાં.
આ ટોળકી સાથે અન્ય એક સાગ્રીત નટુ ઉર્ફ નટીયો પણ સામેલ હોઇ તેની શોધખોળ થઇ રહી છે. નટીયા સામે અગાઉ રાજકોટ રેલવે પોલીસ સ્ટેશન અને ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં લૂંટ અને ચોરીના ગુન્હાઓ નોંધાયેલા છે. પોલીસ કમિશનર બ્રજેશકુેમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇની રાહબરીમાં પીએઅસાઇ આર.એચ.ઝાલા, હેડકોન્સ. રાહુલભાઇ ગોહેલ, શકિતસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધિયા તથા ધર્મરાજસિંહ ઝાલા, અમીનભાઇ ભલુર, અનીલભાઇ જીલરીયા, પ્રશાંતભાઇ ગજેરા, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના જયપાલસિંહ સરવૈયા, ઉગાભાઇ બાળા, મુકેશભાઈ ડાંગર તથા કોન્સ ભુમિકાબેન ધર્મેશભાઇએ આ કામગીરી કરી હતી.
(12:37 PM IST)










