News of Monday, 1st December 2025
માલવીયાનગર પોલીસ દ્વારા વ્યાજખોરોનો ત્રાસ અટકાવવા લોન મેળાનું આયોજન
ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી બી.જે. ચૌધરીની રાહબરીમાં પીઆઇ જે.આર. દેસાઈ, પીએસઆઇ એમ. જે. ધાધલ અને ટીમનું આયોજન

રાજકોટઃ શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશન દ્વારા વ્યાજખોરોના ત્રાસથી બચવા માટે રાહત દરે લોન-ધિરાણ મળી રહે તે હેતુથી એક વિશેષ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળ જળવાય રહે તે માટે ત્રણ વાત તમારી તથા ત્રણ વાત અમારીૅ કાર્યક્રમ પણ આ લોન મેળા સાથે સંકલિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત સામાજીક આગેવાનો રાજુભાઇ ડાભી, મંગલભાઇ મુછડીયા, ભુપતભાઇ ભટ્ટ તથા ઉજ્જીવન બેંક-મવડી રોડના બ્રાંચ મેનેજર શરદભાઈ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ જે. આર. દેસાઈ, પીએસઆઇ એમ.જે.ધાધલ અને ટીમે કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
(12:38 PM IST)










