News of Monday, 1st December 2025
૨૭ નવેમ્બરઃ સેવાના પથ પર ૪૭ વર્ષ પૂર્ણઃ ચંદ્રકાન્ત કોટિચાને સમર્પિત ‘પાયોનીયર ડે'
વોકેથોન બ્લડ ડોનેશન કેમ્પ, થેલેસેમિયા પ્રિવેન્સન પ્રોગ્રામ અને મહિલા સશક્તિકરણના કાર્યક્રમો યોજાયાઃ વોકેથોનમાં ૨૦૦થી વધુ લોકો જોડાયા

રાજકોટઃ પ્રોજેક્ટ ‘લાઈફ' સંસ્થા દ્વારા સેવાના અને સંસ્થાના પાયોનીયર સ્વ.ચંદ્રકાન્તભાઈ કોટિયા દ્વારા શરૂ કરાયેલ માનવસેવા યજ્ઞને ૪૭ વર્ષ પૂરા થતાં દર વર્ષે ૨૭ નવેમ્બરના રોજ ‘પાયોનીયર ડે' મનાવવાની ઘોષણા કરવામાં આવી અને આ અવસર ઉપર વિવિધ સેવાકાર્યો યોજાયા હતા. પ્રોજેક્ટ લાઈફનાં જોઈન્ટ એક્ઝીક્યુટીવ ટ્રસ્ટી અને સીઈઓ શ્રીમતિ મીતલ કોટિચા શાહના માર્ગદર્શન થેલેસેમિયા પ્રિવેન્શન પ્રોગ્રામ, મહિલા સશક્તિ કરણ પ્રોત્સાહન કાર્યક્રમ અને ચંદ્રકાંતભાઈના જન્મદિવસ નિમિતે પ્રાર્થના સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
શ્રીમતિ મીતલ કોચિા શાહે દર વર્ષે ૨૭ નવેમ્બરે આ પ્રકારે પાયોનીયર દિવસ ઉજવવાની જાહેરાત પણ કરી હતી. પ્રોજેક્ટ ‘લાઈફના સીડીઓઓ ઋષિકેશ પંડયાએ સૌને આવકાર્યા હતા અને આ વોકેથોન સહિતના કાર્યક્રમોનો હેતુ સમજાવ્યો હતો. આ પાયોનીયર દિવસની ઉજવણી અંતર્ગત લાઈફ બ્લડ સેન્ટરમાં રક્તદાન કેમ્પ તથા અમદાવાદ અને જૂનાગઢમાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમ હેઠળ બહેનોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ સિવાય થેલેસેમિયા પ્રિવેન્શન કાર્યક્રમ હેઠળ જનજાગૃતિ માટે કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું છે
(2:16 PM IST)










